કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન દ્વારા પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી.

પોસ્ટ કેવી લાગી?
  • પાટણ એસ પી કચેરી ખાતે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનાર પરિવાર ની મુલાકાત લેતાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સકસેના..
  • કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન દ્વારા પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી…
  • જિલ્લા પોલીસ વડા સહિતના તપાસ અધિકારી સાથે બેઠક યોજી પરિવારને ન્યાય મળે તે માટે રજૂઆત કરી..

પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોની ઝેરી દવા ગટગટાવીને આત્મવિલોપનની કરાયેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સકસેના સહિતની ટીમે મંગળવારના રોજ ધારપુર ખાતે સારવાર લઈ રહેલા સભ્યોની મુલાકાત લઇ પરિવારજનોને સાંત્વના પાઠવી જિલ્લા પોલીસ વડા સહિત તપાસ કરી રહેલા અધિકારીઓ સાથે બેઠક યોજી પરિવારને ન્યાય મળે તે માટેની રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ હારીજ તાલુકાના ખાખલ ગામે રહેતા પરમાર પરિવાર ની પરિણીતાને આજથી એક વર્ષ અગાઉ કમલેશ ગિરી નામનો યુવાન ભગાડી ગયો હોય જે બાબતની યુવતીના પતિ દ્વારા હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પરંતુ ફરિયાદને સમય થવા છતાં પણ પોતાની પત્નીની કોઈપણ જગ્યાએ ભાળ ન મળતાં નાસીપાસ થયેલા યુવકે પોતાના બાળ બચ્ચા સાથે સોમવારના રોજ પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવી ઝેરી દવા ગટગટાવી લઈ સામૂહિક આત્મવિલોપનનો પ્રયાસ કરતા તમામને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

તો આ બનાવની જાણ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સકસેના સહિતની ટીમને થતાં તેઓએ મંગળવારના રોજ ધારપુર હોસ્પિટલ માં સારવાર મેળવી રહેલ પરિવાર ના ખબર અંતર પૂછી પરિવારજનોને સાંત્વના પાઠવી ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મનીષ રામાવત સાથે દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે ની જાણકારી મેળવી હતી ત્યારબાદ તેઓએ પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી સોનારા સહિત તપાસ અધીકારી ને મળી આ ધટના ને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ મામલે પરિવારજનોને ન્યાય મળે તે બાબતે રજૂઆત કરતાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ આ મામલે ઝીણવટ પૂર્વક ની તપાસ હાથ ધરી ઉપરોક્ત પરિવારને સામુહિક આત્મહત્યા માટે પ્રેરિત કરનારા સહિતના કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાશે તેવી હૈયા ધારણ આપી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનાર પરિવારજનો જલ્દી સ્વસ્થ બને તેવી કામના વ્યક્ત કરી હતી.

પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સકસેનાની મુલાકાત દરમિયાન તેઓની સાથે હારીજ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ પરમાર સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures