- કોરોનાવાઇરસ ના કારણે અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે ત્યારે તેને ખતમ કરવા માટે જંતુનાશક પદાર્થનો ઉપયોગ કરવો જરૂરી છે, નહીં તો તે સામાન્ય ફ્લૂ કરતાં ચાર ગણા લાંબા સમય સુધી સપાટી પર જીવિત રહી શકે છે.
- સામાન્ય ફ્લૂ ફક્ત બે દિવસ સુધી જીવિત રહે છે, ત્યારે તેની સરખામણીએ કોરોનાવાઇરસ એ જ સ્થિતિમાં 9 દિવસ સુધી કોઈ સપાટી પરથી અન્ય વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે.
- આ ચોંકાવનારો અભ્યાસ જર્મનીની રુહ્ર યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ગ્રીફ્સવાલ્ડના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો છે.
- જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાવાઇરસ ગ્લાસ, પ્લાસ્ટિક, લાકડાં અને ધાતુથી બનેલી વસ્તુઓ પર લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.
- ફ્લૂની જેમ જ તે કોઈ પણ વસ્તુ પર 4 ડિગ્રી કે તેનાથી ઓછા તાપમાનમાં એક મહિના સુધી જીવિત રહી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News