Corona Warriors
કોરોના રસીને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે અને કોરોના વોરિયર્સ (Corona Warriors) ને વિના મૂલ્યે રસી આપવામાં આવશે. તમામ ટ્રાયલ સફળતાૂર્વક હાથ ધર્યા બાદ જ રસી આપવામાં આવશે તેમ અમદાવાદમાં મોક્ષવાહિની રથના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, ‘નાગરિકોની સલામતી ગુજરાત સરકારની પ્રાથમિક્તા છે. આજ દિન સુધી કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે રૂપિયા 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. ભારત સરકારે વેક્સિનેશન માટેની તમામ તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે. રાજ્ય સરકાર તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ રસીકરણનો પ્રારંભ કરશે. ‘
ઉપરાંત તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં ફ્રંટલાઇન વોરિયર્સ-મેડિકલ પેરામેડિકલ સ્ટાફ, બીજા તબક્કામાં આશા વર્કર-પોલીસજવાનો અને ત્રીજા તબક્કામાં સિનીયર સિટીઝન-કો મોર્બિડ (ડાયાબિટિસ-બ્લડપ્રેશર વગેરે)ની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે.