Britain
વડા પ્રધાન બોરિસ જોનસને લંડન અને આસપાસના વિસ્તારોમાં કોરોના વાઇરસનો 70 ટકા વધુ ચેપી પ્રકાર સામે આવતાં શનિવારે રાત્રે લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં આકરું લોકડાઉન લાદી દેવાની જાહેરાત કરી હતી.
ઉપરાંત બ્રિટન (Britain) ના આરોગ્ય મંત્રી મેટ હેનકોકે પણ રવિવારે કબૂલાત કરી હતી કે કોરોના વાઇરસનો નવો પ્રકાર સામે આવ્યો છે. લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં રવિવારથી આ લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે. જોનસન સરકારે લંડન અને સાઉથઇસ્ટ ઇંગ્લેન્ડમાં ઘરોમાં એકઠાં થવાં પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ જુઓ : વડોદરામાં પણ મ્યુકરમાયકોસીસથી એક વૃદ્ધાનું મોત
ઉપરાંત ક્રિસમસના તહેવાર માટે લોકડાઉનમાં અપાયેલી તમામ છૂટછાટ પણ પાછી ખેંચી લેવામાં આવી છે. સમગ્ર ઇંગ્લેન્ડમાં નાતાલના દિવસે સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. આ લોકડાઉન 30 ડિસેમ્બર સુધી લાદવામાં આવ્યું છે. જોનસન સરકાર 30મી ડિસેમ્બર બાદ લોકડાઉન અંગે સ્થિતિની સમીક્ષા પછી નિર્ણય કરશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.