- ચીનના વુહાનમાં કોરોનો ખતરનાક વાયરસ ફેલાયો છે.
- આ વાયરસ ગંભીર હોવાથી ચીનમાં અફરાતફરી મચી ગઈ છે.
- ભારતના 300 લોકો ચીનના વુહાન શહેરમાં ફસાયા છે.
- 300 લોકો પૈકી 100 વિદ્યાર્થીઓ ગુજરાતના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
- આ દરમિયાન ચીનથી 13મી જાન્યુઆરીએ સુરત પરિવાર પાસે વેકેશન ગાળવા આવેલી સિદ્ધિ પંડ્યાએ જણાવ્યું હતું કે, હું અને મારી આણંદની ફ્રેન્ડ અત્યારે અહીં છીએ. જોકે હજુ અમારી બેન્ચના લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં છે. જેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. જે બોટલ અગાઉ બે ત્રણ યુઆન માં મળતી તે અત્યારે 148થી 150 યુઆન એટલે કે 1500 રૂપિયામાં મળે છે. ખાવા-પીવાની વસ્તુઓ માટે પણ ભારે લૂંટ ચલાવવામાં આવી રહી છે. વુહાનમાં વિદ્યાર્થીઓ પાસે ખાવા પીવાનું ખૂટી ગયું છે.

- સિદ્ધિ પંડ્યાએ જણાવ્યું હતું કે અમે 13મી જાન્યુઆરીએ સુરત આવી ગયાં હતાં.
- સુરત આવી ગયા બાદ આ વાયરસ ફેલાયો હતો. હું એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરુ છું.
- ગુજરાતના 15 વિદ્યાર્થીઓ અમારી બેન્ચમાં અભ્યાસ કરે છે જેમાંથી 5 અમે ભારત આવ્યા હતા. 10 વિદ્યાર્થીઓ હજુ ત્યાં ફસાયેલા છે. તેમની હાલ હાલત ખરાબ છે. તેમની પાસે ખાવા પીવાનું પણ ખૂટી ગયું છે. ત્યાં નિયમ પ્રમાણે આઠ દિવસ કરતાં વધારેનું કરિયાણું રાખી શકાતું ન હોવાથી અત્યારે સ્થિતિ ખરાબ છે. પાણી અને કરિયાણાના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયાં છે.

- સિદ્ધિએ કહ્યું હતું કે હાલ ચીનમાં અફરાતફરીનો માહોલ ચાલી રહ્યો છે. બધા ખૂબ ડરેલા છે ત્યારે અમારી યુનિવર્સિટીમાં પણ વેકેશન લંબાઈ શકે તેવો ભય સતાવી રહ્યો છે. જેના કારણે અમારો અભ્યાસ પણ બગડી શકે છે.

- સિદ્ધિના પિતા બકુલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે દીકરી વાયરસ ફેલાય તે અગાઉ આવી ગઈ તે અમારા માટે સારી બાબત છે. પરંતુ હજુ ત્યાં વિદ્યાર્થી ફસાયેલા છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ.
- અત્યારે રોજ રોજ અમારી દીકરીને ઓબ્ઝર્વેશન માટે ટીમો આવી રહી છે. મારી દીકરી સલામત છે પરંતુ પાલિકાથી લઈને રાજ્ય અને કેન્દ્રની ટીમની તપાસ કરવામાં આવે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News