Mehsana APMC

મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ગતરોજ ચૂંટણી બાદ આજે મત ગણતરી કરવા માં આવી હતી. મહેસાણા માર્કેટયાર્ડ ની કુલ 16 બેઠકો માંથી ખરીદ-વેચાણ ની બે બેઠકો અને વેપારી વિભાગ ની કુલ 4 બેઠકો અગાઉ થી જ બિનહરીફ થઇ હતી. ત્યારે ભાજપના જ બે બળવાખોરના કારણે ખેડૂત વિભાગ ની કુલ 10 બેઠકો ની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મેન્ડેડ વાળા તમામ 10 ઉમેદવારો જંગી બહુમતી થી વિજયી થયા છે. તો બળવાખોર બે ઉમેદવાર નો કારમો પરાજય થતા જિલ્લા ભાજપે તમામ વિજેતા ઉમેદવારો ને શુભકામના સાથે ખુશી વ્યક્ત કરી હતી.

મહેસાણા (Mehsana)ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 10 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હોત. મતદાન બાદ આજે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં સત્તાધારી ભાજપનો વિજય થયો છે અને બળવાખોર બે ઉમેદવારોને કારમે પરાજય થયો છે.

ભાજપ શાસિત મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકની ચૂંટણી (APMC Election)યોજાઈ હતી જેમાં ભાજપે ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં ભાજપે પોતાના વરિષ્ઠ આગેવાન ચેરમેન અને વા.ચેરમેનના પત્તા કાપ્યા હતા. આથી આ ચુંટણી મહત્ત્વની ગણાઈ રહી હતી.

મહેસાણા APMCની ચૂંટણી માટે 30 જાન્યુઆરીએ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. તો 31 જાન્યુઆરીએ ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તો 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પરત ખેચી લેવાની તારીખ હતી. હવે આજે મહેસાણા APMC માટે મતદાન યોજાશે અને 12 ફેબ્રુઆરીએ મતગણતરી સાથે પરિણામ જાહેર થશે. ખેડૂત વિભાગમાં 609 મતદાર, વેપારી વિભાગમાં 118 મતદાર અને ખરીદ વેચાણ વિભાગમાં 99 મતદારનો સમાવેશ થાય છે.