સુરતના શહેરના કતારગામમાં આવેલી એક મોટી ડાયમંડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું રૂ.3000 કરોડના રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે.
રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન કરીને વિદેશ સ્થિત કંપનીમાંથી ભારતમાં આયાત કરવામાં આવ્યા હોવાની વાત ધ્યાને આવતા કસ્ટમ વિભાગે 7.50 યુએસ મિલિયન ડોલરના રફ ડાયમંડ ભરેલા બે કન્સાઇનમેન્ટ સીઝ કરી દીધા છે.
ડાયમંડના વેલ્યુએશનને લઈને સ્પષ્ટતાં નહીં કરી શકતાં થોડા દિવસો અગાઉ સ્પેશિયલ કાર્ગો કમિશ્નરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. મુંબઇ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ જે કંપનીના કન્સાઇન્ટમેન્ટ સીઝ કરવામાં આવ્યા છે તે કંપની દેશ-વિદેશમાં 12થી વધુ ઓફિસ ધરાવે છે. સાથે જ હીરા ઉદ્યોગકારની 25 પાર્સલો સાથે અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. આયાત કરેલા એક પાર્સલમાં પકડાયેલા હીરાની સરખામણીએ કાગળ પર મૂલ્ય વધુ દર્શાવાયું હતું.
ત્રણ હજાર કરોડના રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરી ઓવરવેલ્યુએશન કૌભાંડ કરનાર કે.ડીના ટૂંકા નામથી જાણીતી ડાયમંડ કંપનીના માલિકોની પૂછપરછ થતા તેઓ કન્સાઇન્મેન્ટ મુંબઇમાં મંગાવી અન્ય કંપનીઓને રફ વેચતા હોવાની કબૂલ્યું હતું. જેના આધારે મુંબઇની એરપોર્ટ સ્પેશિયલ કાર્ગો કમિશનર એક્ટની ટીમ દ્વારા મુંબઇ અને સુરતની 12 કંપનીઓને નોટિસ પાઠવી છે.
આ કૌભાંડને પગલે જ હાલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા રફ ડાયમંડના કલર, સાઈઝ, કેરેટ સહિતની વિગતોની માંગણી થઈ રહી છે. ત્યારે હીરાના ઉદ્યોગકારો દ્વારા આ નોટિફિકેશનને રદ કરવા માટે દિલ્હી સુધી દોડધામ થઈ રહી છે.
હીરા ઉદ્યોગકારોની કરી પૂછપરછ
ડાયમંડના વેલ્યુએશનને લઈને સ્પષ્ટતાં નહીં કરી શકતાં થોડા દિવસો અગાઉ સ્પેશ્યલ કાર્ગો કમિશનરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી મેમો નંબર 03/2019/એસઆઇઆઇબી (એપીએસસી) અંદર સેકશન 110 કસ્ટમ એકટ 1962 મુજબ કાર્યવાહી શરુ કરી છે. મુંબઇ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ દેશ-વિદેશમાં જેની હીરા કારોબારની 12થી વધુ ઓફિસો છે, તેવા હીરા ઉદ્યોગકારને 25 પાર્સલો સાથે અટકાવી પુછપરછ કરાઇ હતી.આયાત કરેલા એક પાર્સલમાં પકડાયેલા હીરાની સરખામણીએ કાગળ પર મુલ્ય વધુ દર્શાવાયું હતું.
એક ડઝન કંપનીઓને કસ્ટમની નોટિસ
ત્રણ હજાર કરોડના રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરી ઓવરવેલ્યુએશન કૌભાંડ કરનાર કે.ડીના ટુંકા નામથી જાણીતી ડાયમંડ કંપનીના માલિકોની પુછપરછ થતા તેઓ કન્સાઇન્મેન્ટ મુંબઇમાં મંગાવી અન્ય કંપનીઓને રફ વેચતા હોવાની કબુલ્યું હતું. જેના આધારે મુંબઇની એરપોર્ટ સ્પેશ્યલ કાર્ગો કમિશનર એકટની ટીમ દ્વારા મુંબઇ અને સુરતની 12 કંપનીઓને નોટીસ પાઠવી છે.
રફ ડાયમંડનું વિવરણ માંગવાની નોબત
આ કૌભાંડને પગલે જ હાલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા રફ ડાયમંડના કલર, સાઈઝ, કેરેટ સહિતની વિગતોની માંગણી થઈ રહી છે. ત્યારે હીરાના ઉદ્યોગકારો દ્વારા આ નોટીફિકેશનને રદ્દ કરવા માટે દિલ્હી દોડધામ પણ હાથ ધરાઈ હતી. ત્યારે તંત્રએ આ માંગણીનો સ્વીકાર કરાયો નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.