બાળકો પ્રત્યે સંવેદનશીલ એવા CWC(Child Welfare Committee) ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન નરેન્દ્ર સોનીએ ગુરુવારે ઝૂપડપટ્ટીની મુલાકાત લઈ ત્યાં આરોગ્ય અને વિવિઘ સુવિધાઓ માટે પરેલ ઝૂપડપટ્ટીમાં કેમ્પનું આયોજન કર્યું હતું.
ત્યારબાદ આ ગરીબ, અનાથ, જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ,આરોગ્ય વગેરે મળી રહે તે માટે ડોક્ટરો, NGO, MSW સ્ટુડન્ટસ, ચાઈલ્ડ લાઇન વગેરેને બોલાવી વિસ્તૃત યોજના બનાવી હતી અને આગામી સમયમાં કાર્યક્રમો , સહાય વગેરે કેવી રીતે આપી શકાય તે માટે વિવિધ સંસ્થાઓને જવાબદારી સોંપી હતી.
આ પ્રસંગે સભ્ય લાલભાઈ મકવાણા, રેખાબેન વણકર, ડો. તીર્થ ગાંધી, રાજેશ પ્રજપતિ ઉપસ્થિત રહ્યા હતા.