Cyber attack

  • ચીનમાં સ્થિત હેકરોએ છેલ્લા 5 દિવસમાં ભારતીય બેંકિંગ અને માહિતી ટેકનોલોજી ક્ષેત્ર ( IT and banking sectors) પર 40,000 થી વધુ સાયબર એટેક (Cyber attack) નો પ્રયાસ કર્યો છે.
  • મહારાષ્ટ્ર પોલીસના સાયબર વિંગ (cyber wing) ના સ્પેશ્યલ ઈન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે જણાવ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં બંને દેશો વચ્ચે તનાવ વધ્યા બાદ સરહદ પારથી ઓનલાઇન હુમલાઓમાં વધારો જોવા મળ્યો હતો.
  • તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય પોલીસની સાયબર વિંગ ‘મહારાષ્ટ્ર સાયબર’ એ આ પ્રયાસો વિશે માહિતી ભેગી કરી હતી
  • તથા તેમાંથી મોટાભાગના સાયબર એટેક (Cyber attack) મૂળ ચીનના ચેંગડુ વિસ્તારમાં થયા હોવાનું જાણવા મળ્યું છે.
  • તેમણે એમ પણ કહ્યું કે, અમારી માહિતી અનુસાર છેલ્લા ચાર-પાંચ દિવસમાં ભારતીય સાયબર સ્પેસના સંસાધનો પર ઓછામાં ઓછા 40,300 સાયબર એટેક (Cyber attack) નો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
  • સ્પેશ્યલ ઈન્સ્પેક્ટર જનરલ યશસ્વી યાદવે વધુમાં એમ પણ જણાવ્યું કે આ હુમલાનું લક્ષ્ય સેવાને નકારવું એટલે કે સેવાનો લાભ ના મળી શકે અને ઇન્ટરનેટ પ્રોટોકોલનું અપહરણ કરવું અને ફિશિંગ (hijacking of Internet Protocol and phishing) જેવા મુદ્દાઓ ઉભા કરવાના છે.
  • મહારાષ્ટ્ર સાયબર અધિકારીઓના મુજબ, આ ચીની હેકરો પાસે આશરે 20 લાખ ભારતીય ઇમેઇલ આઈડીનો ડેટાબેસ હોવાની શંકા છે.
  • આગળ વધુ માહિતીમાં જણાવ્યું કે, ભારતીય સરકારી અધિકારીઓ તેમજ ખાનગી ઇન્ટરનેટ વપરાશકારોએ ખાસ કરીને ફિશિંગ સામે રક્ષણ આપવું જોઈએ.
  • જેમાં કપટપૂર્ણ ઇમેઇલ અથવા ટેક્સ્ટ સંદેશ મોકલીને પાસવર્ડ્સ અથવા પાસ કોડ જેવી ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
  • આઈજીપીએ જણાવ્યું કે ભારતીય ઇન્ટરનેટ વપરાશકારોએ આવા સાયબર એટેક (Cyber attack) ના હુમલાઓની ધમકી તરફ ધ્યાન આપવું જોઈએ.
  • તેમજ મજબૂત ‘ફાયરવલ્સ’ (‘firewalls’) બનાવવું જોઈએ.
  • અને (cyber security audits) સાયબર સિક્યુરિટી ઓડિટ કરાવા જોઈએ.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024