Cyclone Biparjoy Live Location

Cyclone Biparjoy Live Location : દેશમાં ચોમાસાના આગમન પહેલા ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબ સાગરમાં બનેલી સિસ્ટમ હાલમાં ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે. જે આગામી 24 કલાકમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે. જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું હાલમાં ગુજરાતના કાંઠેથી 1120 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગ મુજબ, આજે સવારે 10.30 વાગ્યે અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વમાં સર્જાયેલું આ ડિપ્રેશન પોરબંદરથી 1160 કિલોમીટર દૂર છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના દરિયા કાંઠે ભારે પવન સાથે વરસાદ પડશે. એવામાં હવામાન વિભાગ દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતના તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ત્યારે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવવાની આગાહી પણ કરાઈ છે. એવામાં માછીમારોને દરિયો ખેડવા ન જવાની ચેતવણી અપાઈ છે.

વર્તમાન સમયમાં જોવા મળી રહેલી પરિસ્થિતિ મુજબ આ વાવાઝોડું હવે ઓમાન તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારો જેમ કે વેરાવળ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરત સહિતના આ વાવાઝોડું વિનાશ સર્જી શકે છે. પરંતુ અત્યારે આ વાવાઝોડું ઓમાન તરફ જતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું ભલે ઓમાનની તરફ જઈ રહ્યું હોય પરંતુ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાઈપરજોયના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદના એલર્ટને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. રાજ્ય પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 7 કે 8 જૂને સિસ્ટમ વધારે મજબૂત બનીને ઉત્તર અરબ સાગર તરફ આગળ વધી શકે છે. જોકે, તે ગુજરાત પહોંચશે કે કેમ તે અંગે હજુ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી પરંતુ જે પ્રમાણેની સ્થિતિ બની રહી છે તેને જોતા વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે તેવી સ્થિતિ બની રહી છે.

Cyclone Biparjoy Live Location

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024