એક હજારથી વધુ લોકો બાઇક રેલીમા જોડાયા…
બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત…
ફતેપુરાથી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સંપૂર્ણ દાહોદ જીલ્લામાં ફરશે, બાઇક રેલીમાં દરેક તાલુકા દીઠ કાર્યકર્તાઓ મોટર સાયકલ લઇને જોડાયા.
ભારતીય જનતા પાર્ટીના 42 મા સ્થાપના દિન નિમિત્તે આજરોજ ફતેપુરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક રેલીનુ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું.
આ પ્રંસગે ફતેપુરાના ધારાસભ્ય વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, એસ.ટી મોરચાના ઉપ પ્રમુખ ડૉ અશ્વિનભાઈ પારગી, યુવા મોરચાના મોહિતભાઇ ડામોર, યુવા મોરચાના અલયભાઇ દરજી, ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામા યુવા મોરચાના કાર્યકર્તાઓ, સરપંચો જોડાયા હતા.