દાહોદ જિલ્લાના ઝાલોદ મામલતદારએ બાતમીના આધારે ડુપ્લિકેટ ચુંટણીકાર્ડ બનાવતા ત્રણ ઇસમો ઝડપી પાડ્યા…
ઝાલોદના ગામડીરોડ પર આવેલ ઓનલાઈન ડુપ્લિકેટ ચુંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ ઝાલોદ મામલદાર જૈનીશ પાંડવને બાતમીના આધારે જાણવા મળતા ડમી ગ્રાહક મોકલી ત્રણ જેટલા ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ઓનલાઈન ફોર્મ ભરી આપવાની દુકાન ધરાવતા ઇસમો મોટી રકમ વસુલી ઓનલાઈન ચુંટણી કાર્ડ બનાવી આપતા હોવાનુ કૌભાંડ બહાર આવતા પ્રિન્ટર, કમ્પ્યુટર મશીન સહીતના સાધનો કબજે લીધા હતા.
મામલતદાર કચેરી ઝાલોદની મતદારયાદી શાખામાં એક અરજદાર દ્વારા અગાઉ કઢાવેલ ચૂંટણી કાર્ડ પુરાવા તરીકે ચાલતું નથી તેવી ફરિયાદ સાથે ફરીથી ચૂંટણી કાર્ડ કાઢવા માટે અરજી આપેલ જેમાં તેમના દ્વારા રજુ કરવામાં આવેલ ચૂંટણી કાર્ડની ચકાસણી કરતા ખોટું માલુમ પડેલ તેથી તેમણે રજૂ કરેલ ચૂંટણી કાર્ડ કઈ જગ્યાએ થી કઢાવેલ છે તેની પૂછપરછ કરતા તેઓ દ્વારા જાવેદ ડિજિટલ સોલ્યુશન ગામડી ચોકડી ઝાલોદ નામની દુકાન પરથી આ ચૂંટણી કાર્ડ કઢાવેલ હોવાનું જણાવેલ તેથી ઝાલોદ મામલતદાર જૈનીશ પાંડવ દ્વારા જણાવેલ જે દુકાનને નકલી ચુંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે કે કેમ તેની ખરાઇ કરવા અરજદારને તેમજ મામલદાર કચેરીના રેવન્યુ તલાટી અંકુર પલાસને જાવેદ ડિજિટલ સોલ્યુશન ગામડી ચોકડી ઝાલોદ નામની દુકાન પર મોકલવામાં આવેલા હતા જ્યાં અરજદારે જાવેદ ઈસ્માઈલ ગાંડા ને તાત્કાલિક ચૂંટણી કાર્ડ કાઢી આપવા માટે જણાવેલ જાવેદ ઈસ્માઈલ ગાંડા દ્વારા તમે પાસપોર્ટ સાઈઝનો ફોટો લઇ આવો હું તમને તાત્કાલિક ધોરણે ચૂંટણી કાર્ડ કાઢી આપીશ તેવું જણાવેલ તે વાતચીતનો વિડિયો રેકોર્ડિંગ તલાટી અંકુરભાઇ પલાસ દ્વારા કરવામાં આવેલ.
ડિજીટલ સોલ્યુશન ગામડી ચોકડી ખાતે નકલી ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવે છે તેની પાકી ખાત્રી કર્યા બાદ પ્રાંત અધિકારી આર.આર.ગેહલોત તથા મામલતદાર જેનીશ પાંડવ અને સંયુક્ત ટીમ સાથે મળી ડિજિટલ સોલ્યુશન નામની દુકાનમાં જે ગામડી ચોકડી પાસે ઝાલોદમાં આવેલ છે જેની સ્થળ તપાસ કરતા દુકાન માલિક જાવેદ ઈસ્માઈલ ગાન્ડા તથા સાહિલ સાજીત ગાન્ડા, વકાશ ઇરફાનભાઇ ગાન્ડા હાજર જણાઇ આવેલ દુકાનની અંદર પ્રવેશતા ડાબી બાજુ ફક્ત ત્રણ દિવસમાં ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે તેવું બેનર પણ લગાવેલું હતું. ટીમ દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ દ્વારા ભારતીય ચૂંટણી પંચના એનવીએસપી.ઇન પોર્ટલ દ્વારા ચૂંટણીકાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું જણાવેલ જેથી ટીમ દ્વારા તેમનું લેપટોપ ચકાસણી કરતા ડુપલીકેટ ચૂંટણીકાર્ડની પીડીએફ ફાઈલો મળી આવેલ હતી અને ત્યાર પછી આ લેપટોપ કબજે લીધેલ હતું.
આ ઇસમોએ અગાઉ છેલ્લા કેટલા સમયથી આ બોગસ ચૂંટણી કાર્ડનો ધંધો ફેકટરીની જેમ ચલાવતા હતા આ ડુપ્લિકેટ ચુંટણી કાર્ડ બનાવવાના ધમધમી રહેલા ધંધામાં અત્યાર સુધી કેટલાયે રૂપિયાની આંધળી કમાણી કરી હશે અને કેટલા લોકોને ખોટા ચૂંટણીકાર્ડ બનાવી આપ્યા હશે અને તે લોકોએ કેટલી સરકારી અર્ધસરકારી જગ્યાએ એમના આઇ.ડી પ્રૂફ તરીકે આપી આનો દૂર ઉપિયોગ કર્યો હશે તેની પણ તપાસ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ઝીણવટ ભરી રીતે થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવા લોકો માથું ઊંચકી ન શકે અને આવા ખોટા ચૂંટણીકાર્ડ બનાવી સમાજને રાજયને દેશને તંત્રને નુકશાન ન પોચાડી શકે , ઝાલોદ પોલીસ મથકે આ મામલે ફરિયાદ આપતા પોલીસએ આગળની વધુ તપાસ શરુ કરી છે.
ત્યારે ઝાલોદ ના ગામડી ચોકડી ઉપર એક દુકાન દ્વારા બોગસ ચૂંટણી કાર્ડ કાઢી બાતમી મળતા ઘટનાસ્થળે મામલતદાર અને પ્રાંત અધિકારીનો કાફલા દ્વારા રંગે હાથ ઝડપાતા સમગ્ર નગરમાં ચર્ચા મચી જવા પામી હતી.