- અમદાવાદ મ્યુનિસિપલ વિસ્તારોમાં કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારે ધનવન્તરી રથની શરૂઆત કરી છે.
- આ દરેક રથમાં ડૉકટર, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટની સેવાઓ ઉપલબ્ધ હોય છે.
- ધનવન્તરી રથને અમદાવાદ શહેરના 14 કન્ટેઇન્ટમેન્ટ વોર્ડમાં ચલાવવામાં આવ્યા.
- પ્રથમ તબકકામાં 50 ધનવન્તરી રથ દરેક સ્થળે બે કલાક એમ એક રથ દ્વારા રોજના ચાર સ્થળ કવર કરવામાં આવશે.
- આ રથ દ્વારા કુલ 200 વિવિધ જગ્યા પર સેવાઓ આપવામાં આવી છે.
- રથની સંખ્યા વધારીને 84 કરવામાં આવશે જેથી આ રથ 336 સ્થળોએ મેડિકલ સેવાઓ પહોંચાડી શકે અને લોકો એનો લાભ લઇ શકે.
✅મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp ના નિર્દેશાનુસાર અમદાવાદ શહેરમાં ધનવંતરી આરોગ્ય રથની યોજનાનો પ્રારંભ
✅૮૦ જેટલા ધનવંતરી રથ (એમ્બ્યુલન્સ) કાર્યરત
✅દરરોજ ૩૨૦ સ્થળો ઉપર ૧૦૦૦ થી વધુ દર્દીઓની તપાસ
✅શર્દી, તાવ, ઉધરસના દર્દીઓની તપાસ અને વિનામૂલ્યે દવા pic.twitter.com/f5CQIl6c1w— Amdavad Municipal Corporation (@AmdavadAMC) May 25, 2020
- દર્દી ધનવન્તરી રથમાં આવે ત્યારે સૌપ્રથમતેનું ટેમ્પરેચર માપવામાં આવે છે.
- 40 વર્ષથી ઉપરના દર્દીની હીસ્ટ્રી લઇને તમામ દર્દીઓનું બ્લડ સુગર પણ લેવામાં આવે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓની સારવાર કરી ‘promobid’ કેસ થતા અટકાવી દેવામાં આવે છે.
- ધનવન્તરી રથની મુલાકાતે આવનારનરને જરૂર જણાય તો ઓકસિમીટરનો ઉપયોગ કરી ઓક્સિજન પણ માપવામાં આવે છે.
- આયુષ હેઠળની દવાઓ સંમસંમની વટી, હોમિયોપેથીક દવાઓ દરેક દર્દીને આપી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા આવે છે.
- આ રથ ઉપરથી પ્રત્યેક દર્દીને જરૂરીયાત મુજબ એલોપેથી દવાઓ જેવી કે એજીથ્રોમાઇસીન, પેરાસિટામોલ, સેટ્રીજીન જેવી દવાઓ જરૂર પ્રમાણે આપવામાં આવે છે.
- ધનવન્તરી રથનો અત્યાર સુધીમાં સરેરાશ 74 હજારથી પણ વધુ લોકોએ લાભ લીધો છે.
- જેના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સિવિલ હૉસ્પિટલ અને એસ.વી.પી. હૉસ્પિટલમાં કોરોના ઓ.પી.ડી.માં દર્દીઓનો ધટાડો જોવા મળ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News