Disney : ડિઝની થીમપાર્કના 28000 કર્મચારીઓને કરશે છૂટા

પોસ્ટ કેવી લાગી?

Disney ThemePark

દુનિયાભરમાં કોરોના મહામારીના કારણે બેરોજગારી વધી ગઈ છે. આ મહામારી દરમિયાન હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝ્ની (Disney ThemePark) એ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા 28000 કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.

આ પણ જુઓ : હાથરસમાં પોલીસે મધરાતે પરિવારની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા

 ડિઝ્ની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. તે સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે.

આ પણ જુઓ : બાબરી કેસમાં અડવાણી,મનોહર જોશી સહિત 32 આરોપીઓ નિર્દોષ જાહેર

ફક્ત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝ્નીના થીમપાર્કમાં મહામારી પહેલાં 1,10,000 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે 28000 કર્મચારીઓને છૂટા કરશે. જે બાદ કંપનીમાં 82000 કર્મચારીઓ રહેશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures