Patan

Patan

કલેક્ટર કચેરી ખાતે પાટણ (Patan) ના સાંસદશ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમીટીની બેઠક યોજાઇ. આ બેઠકમાં અધ્યક્ષશ્રીએ ખેડૂતોને સિંચાઈના પાણીની મુશ્કેલી દૂર કરવા તથા આવાસ યોજનાના લાભાર્થીઓને સત્વરે લાભ આપવા સહિતના સુચનો કર્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓએ વર્ષ દરમ્યાન કરવામાં આવેલી કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. પાટણના સાંસદ અને દિશા કમિટીના અધ્યક્ષશ્રી ભરતસિંહજી ડાભીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ વધુને વધુ ખેડૂતોને આવરી લઈ તેમને સમયસર સિંચાઈ માટેનું પાણી પુરૂ પાડવામાં આવે તે માટે સર્વાધિક પ્રયત્નો થવા જોઈએ. સાથે જ ખેડૂતોને પિયત માટે આપવામાં આવતા પાણીના શિડ્યુલની પણ સમયસર જાણ કરવામાં આવે તે જરૂરી છે.

Patan

આ પણ જુઓ : સુરત પાંડેસરામાં જીવનથી કંટાળીને યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા

સાથે જ અધ્યક્ષશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ પાત્રતા ધરાવતા લોકોની ઓળખ કરી તેમને આવાસ ફાળવવાની કામગીરી કરવા અપીલ કરી હતી. પ્રજા કલ્યાણના કાર્યોમાં વહિવટી તંત્રના અધિકારીશ્રીઓના સાથ-સહકારની સાસંદશ્રીએ પ્રશંસા કરી હતી.
કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સામાજીક અંતરનું પાલન થાય તે માટે કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લા પંચાયત ભવન તથા સબંધિત તાલુકા સેવા સદન ખાતેથી અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક અને અધિક નિવાસી કલેક્ટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, નગરપાલીકાના ચીફ ઓફિસરશ્રીઓ તથા વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024