- તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં દરરોજ નવાં નવાં ખુલાસો થઈ રહ્યા છે.
- મહિલા ડૉક્ટરના DNA ટેસ્ટ બાદ હવે ફૉરેન્સિક તપાસમાં નવો ખુલાસો થયો છે.
- હવે એ વાતની પુષ્ટિ થઈ છે કે ડૉક્ટરને મારતા પહેલા આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.
- અંગ્રેજી વર્તમાનપત્ર ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે પોસ્ટમૉર્ટમ ફૉરેન્સિક ટૅક્સિકોલૉજીમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે મહિલા ડૉક્ટરના લિવર ટિશ્યૂમાં આલ્કોહોલના અંશ મળ્યાં છે.
- નોંધનીય છે કે ઘટના બાદ પોલીસ કહ્યું હતું કે આરોપીઓએ ડૉક્ટર સાથે રેપ અને તેની હત્યા કરતા પહેલા તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો.
- ફૉરેન્સિક રિપોર્ટના આધારે હવે આ દાવાની પુષ્ટિ થઈ ગઈ છે.
- સુપ્રીમ કોર્ટે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યા બાદ થયેલા ચાર આરોપીઓના પોલીસ એન્કાઉન્ટર મામલે ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના કરી છે.
- સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી.એસ. સિરપુરકર તેના પ્રમુખ હશે. બૉમ્બે હાઇકોર્ટના પૂર્વ જજ રેખા બાલદોતા અને પૂર્વ સીબીઆઈ ડાયરેક્ટર કાર્તિકેન પણ આ પંચના સભ્ય બનાવવામાં આવ્યા છે.
- સુપ્રીમ કોર્ટે પંચને પોતાનો રિપોર્ટ 6 મહિનાામાં આપવા માટે કહ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News