liquor
લોકડાઉનમાં એક કંપની જે વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી હતી તે ઠપ્પ થઈ જતા કંપની સંચાલકે આખરે શોર્ટકટથી પૈસા કમાવવા દારૂનો (liquor) ધંધો શરૂ કર્યો. પીરાણામાં કંપની ચલાવતો રાહુલ દીપક શાહ મહારાષ્ટ્રથી અમદાવાદ સુધી વિદેશી દારૂની ખેપ મારતા વલસાડ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.
વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. અમદાવાદનો એક કંપની સંચાલક પોતાની જ કારમાં દારૂ ભરીને અમદાવાદ તરફ જતા પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
તેથી પોલીસે કારચાલક આરોપી જે અમદાવાદ નજીક પીરાણામાં એક કેમિકલ કંપની ચલાવતો હતો. તો આ કંપની સંચાલક રાહુલ દીપક શાહ અદાણીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કંપનીનો માલિક હોવા છતાં પણ દારૂની હેરાફેરી કરવાનું કારણ પૂછતા કંપની સંચાલકે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે, તે અમદાવાદના પીરાણા નજીક લોખંડવાલા એસ્ટેટમાં સના મસ્જિદ નજીક અનીશ ઓર્ગેનિક નામની કંપની ચલાવે છે. તથા અમદાવાદના મિડોસ અદાણી શાંતિગ્રામમાં રહે છે.
જો કે, છેલ્લા કેટલાક સમયથી નોટબંધી, જીએસટી અને ત્યારબાદ આવેલા લોકડાઉનના કારણે કંપની ખોટમાં ચાલી રહી હતી અને દેવુ વધી રહ્યું હતું. તેથી આર્થિક સંકડામણથી કંટાળી તેણે શોર્ટકટમાં પૈસા કમાવવા માટે દારૂની (liquor) ખેપ મારવાની શરૂઆત કરી હતી.
આરોપી કંપની સંચાલક રાહુલ દીપક શાહે પૈસા કમાવવા માટે મહારાષ્ટ્ર વિદેશી દારૂનો જથ્થો ભરી અને જાતે જ કાર હંકારી અને અમદાવાદ સુધી દારૂ (liquor) ની ખેપ મારવાની શરૂઆત કરી હતી . ત્યારે જ ગુજરાતમાં પ્રવેશતા જ વલસાડ પહોંચતા જ વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે દારૂની ખેપ મારતો કંપની સંચાલક રાહુલ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.
પોલીસે 278 બોટલ વિદેશી દારૂ અને કાર મળી અંદાજે 4.27 લાખના રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. તેનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.