હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસસિટીમાં બનાવેલા ઓકિસજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયા બાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે યુનિવસસિટીના ઓકિસજન પ્લાન્ટને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવસસિટીના રંગભવન ખાતે યોજાયેલા ઓકિસજન પ્લાન્ટના ઈ-લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને સાલ દ્વારા વિધિવત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પૂર્વે કાર્યક્રમની શરુઆત યુનિવસસિટી ગાનથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા નિમિત્તે આેિક્સજન પ્લાન્ડના ગાંધીનગરથી વચ્ર્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં ૧૮૦૦ મેટિ્રક ટન આેિક્સજનની વ્યવસ્થાઆે ઊભી કરવાની નેમ રાખી છે. આવા આેકસીજન પ્લાન્ટમાં હવામાંથી આેિક્સજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક પ્લાન્ટનું લોકાર્પણ સંપન્ના કર્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા રૂ. ૬૦ લાખના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા આ આેિક્સજન રિફિલીગ પ્લાન્ટથી પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુઆેમાં કોરોના મહામારી દરમ્યાન આેિક્સજન જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઇ શકશે. એટલુજ નહી, ૧૩ કિલો લીટર પ્રવાહી આેિક્સજનની ક્ષમતાના આ પ્લાન્ટથી એક સાથે ૪૦ સિલીન્ડર ભરી શકાય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખુબ જ ઝડપથી કેસો વધ્યા, આેિક્સજન બેડ તેમજ આેિક્સજનની જરૂરિયાત પણ ખુબ મોટી માત્રામાં ઊભી થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે એરફોર્સના વિમાનો તેમજ રેલવે દ્વારા આેિક્સજનને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યો હતો. આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના માર્ગદર્શન હેઠળ ઝડપથી આ સમસ્યમાંથી બહાર નીકળી શક્યા છીએ.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આેિક્સજન સામાન્ય રીતે જે ખપત રપ૦ ટન રહેતી હતી એ બીજી લહેરમાં આેિક્સજનની ૧ર૦૦ ટન ખપત થવા લાગી હતી. ત્યારે કેન્દ્ર સરકારે આેિક્સજન, વેિન્ટલેટર, ઇન્જેક્શન જેવી તમામ પ્રકારની મદદ ગુજરાતને કરી હતી. આ બીજીલહેરમાં પણ આેિક્સજન સપ્લાય પૂરતા પ્રમાણમાં સુનિશ્વતિ કર્યો હતો.
કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યમાં આેિક્સજનની અછતને કારણેદર્દીઆેના મૃત્યુ થયા હતા પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ આેિક્સજનના અછતને કારણે થયું નથી એમ મુખ્યમંત્રીશ્રી એ સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે ઉમેયુઁ કે, કોરોનાની બીજી લહેરમાં રાજ્યની તમામ હોિસ્પટલમાં આેિક્સજનની વ્યવસ્થા આપણે સુપેરે રીતે પાર પાડી છે. આજે આેિક્સજનની ખપત ૧ર૦૦ ટનમાં ઘટીને ૩૦૦ ટન થઇ ગઇ છે. એટલે કે એક મોટી સમસ્યામાંથી પણ આપણે હવે બહાર આવી ગયા છીએ.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડા દરમ્યાન પણ અસરગ્રસ્ત વિસ્તારોની હોિસ્પટલમાં આેિક્સજનની અછત કે દર્દીઆેને કોઇપણ પ્રકારની સમસ્યા ન થાય તેના માટે પણ આગોતરું પ્રાલીનગ કયુઁ હતું. એવા વિસ્તારો કે જ્યાં આ વાવાઝોડાની વધુ અસર થવાની હતી, તેવા વિસ્તારોમાં આેિક્સજનનો સપ્લાય અટકે નહી તેમજ આેિક્સજનની ઘટ ન પડે તે માટે રાજ્ય સરકારે એડવાન્સમાં આેિક્સજનનો સ્ટોક રાખ્યો હતો. આમ, તાઉતે વાવાઝોડા દરમ્યાન સૌરાષ્ટ્રની એકપણ હોિસ્પટલમાં આેિક્સજનની ઘટ પડવા દીધી નહોતી એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સર્જક છે.
આપણે લિકવીડ આેિક્સજન પર આધાર રાખવો ન પડે તે માટે હવામાંથી પીએસએ દ્વારા આેિક્સજન વ્યાપક પ્રમાણમાં ઉત્પન થાય તે પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કયુઁ છે. આમ, પીએસએ પ્લાન્ટ દ્વારા આેિક્સજન ઉત્પન કરીને ગુજરાતમાં આેિક્સજનની ખપતને પહોંચી વળવાની સરકારની તૈયારીઆે છે.
ગુજરાત ઇન્ડિસ્ટ્રયલ ડેવલોપમેન્ટ સ્ટેટ હોવાના કારણે ઇન્ડિસ્ટ્રયલ આેિક્સજનની જરૂરિયાત રહે છે. આ સાથે હોિસ્પટલ તેમજ રિચર્સ માટે પણ આેિક્સજનની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવનારા સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા નિમિત્ત આેિક્સજન પ્લાન્ટ આ વિસ્તારમાં આેિક્સજન પૂરો પાડવામાં ઉપયોગી બનશે એમ તેમણે જણાવ્યું હતું.
તો યુનિવસિટીના કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું કે યુનિવસિટીમાં સ્થાપિત કરેલા ઓકિસજન પ્લાન્ટ પાછળ ૯૩ લાખનો માતબર ખર્ચ યુનિવસિટી અને દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાંથી એકીસાથે ૪૦ જેટલી ઓકિસજનની બોટલો ભરાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પાટણ ખાતે સાંસદશ્રી ભરતિસહ ડાભી, યુનિવિર્સટીના વાઈસ ચાન્સેલર ડો.જે.જે.વોરા, કલેક્ટરશ્રી સુપ્રીતસિંધગુલાટી, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબહેન પટેલ, યુનિવિર્સટીના રજિસ્ટ્રારશ્રી ધર્મેન્દ્રં પટેલ, ધારપુર મેડીકલ કોલેજના ડીન ડા.યોગેશાનંદ ગોસ્વામી, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એલ.સોલંકી, યુનિવિર્સટીના કારોબારી સભ્યશ્રીઆે, દાતાશ્રીઆે સહિત પદાધિકારીઆે ઉપિસ્થત રહ્યા હતા