Gujarat Earthquake : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના (earthquake) આંચકા નોંધાઈ રહ્યા છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે. વિગતો મુજબ ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આજે ફરી કચ્છમાં 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ કચ્છમાં આવેલ ભૂકંપથી લોકો ફફડી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે હાલમાં આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે આર્થિક નુકશાનના કોઈ સમાચાર નથી. હજી ગઈકાલે જ નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે
ગુજરાતમાં અને ખાસ કરી કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે ફરી એકવાર કચ્છની (kutch) ધરા ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. કચ્છના ભચાઉથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. જોકે આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા.
રાજ્યના કચ્છ અને અમરેલીમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. આ દરમિયાન ગઈકાલે નર્મદા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કેવડીયાથી માત્ર 5 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર નર્મદા જીલ્લામાં 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.