Meteorological Department
ઉત્તર પૂર્વી હવાઓના લીધે ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. ગત 24 કલાકમાં 2.3 ડિગ્રી પારો ગગડ્યો છે. આગામી 4 દિવસ સુધી ઠંડી વધશે. સૌરાષ્ટ્રમાં કોલ્ડવેડની આગાહી છે.
ઠંડીના કારણે અમદાવાદ અને કચ્છમાં વાતારવરણમાં ભારે ધુમ્મસ જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી અનુસાર આગામી અઠવાડિયામાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતમાં શીતલહેર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના લીધે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. ઉપરાંત હવામાન ખાતાની આગાહી મુજબ તાજેતરમાં સોનગઢ, વ્યારા, મેઘરજ, પિસાલ, ઇપલોડા, રેલાવાડામાં વરસાદ પડી રહ્યો છે.