Fake Mark sheet
અમદાવાદમાં અલગ અલગ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ (Fake Mark sheet) બનાવવાના કૌભાંડનો પર્દાફાશ વસ્ત્રાપુર પોલીસે કર્યો છે. તેમજ આ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ લાખો રૂપિયા લઈને બનાવટ માર્કશીટ બનાવી આપતા હતા. જો કે પોલીસને બાતમી મળતા પોલીસ એ છટકું ગોઠવી બે આરોપીઓને પકડી લીધા છે.
પોલીસને બાતમી મળતા જ પોલીસે તે જ છટકું ગોઠવી પ્રજેશ જાની અને કલ્પેશ પાઠક નામના આરોપીની ધરપકડ કરીને બોગસ માર્કશીટ અને સિક્કા કબ્જે કર્યા છે. પ્રજેશ જાની આ સમગ્ર કૌભાંડ નો માસ્ટર માઈન્ડ હોવાનુ પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું છે. આ આરોપીઓ મદ્રાસ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીના બનાવટી સર્ટીફીકેટ અને માર્કશીટ (Fake Mark sheet) બનાવી આપતા હતા. આ બદલામાં તેઓ લાખો રૂપિયા વસૂલ કરતા હતા.
કલ્પેશ પાઠક આવા ગ્રાહકો શોધી લાવતો અને તેનો સંપર્ક પ્રજેસ સાથે કરાવતો. પ્રજેશ્ અલગ અલગ કોર્ષની જે-તે યુનિવર્સિટીની કહો તેની બનાવટી માર્કશીટ અને સર્ટિ બનાવી આપતો હતો. આરોપી એ પોલીસ એ ગોઠવેલ જાળમાં મદ્રાસ યુનિવર્સિટી ની એન્જિનિયરિંગ ની માર્કશીટ બનાવી આપવા માટે કહ્યું હતું. તેના બદલામાં આરોપીએ ત્રણ લાખની રૂપિયા માંગણી કરી હતી.
આરોપી પ્રજેશ જાની બોડકદેવ વિસ્તારમાં રહે છે જ્યારે કલ્પેશ દહેગામનો વતની છે. કલ્પેશ દેહગામ તેના સબંધીને ત્યાં જતો હતો ત્યારે બંને નો સંપર્ક થયો હતો. અત્યારે પોલીસ એ આ બંને આરોપી ઓની ધરપકડ કરીને આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું. તેમજ માર્કશીટ તથા સર્ટિ ક્યાં પ્રિન્ટ કરાવતા હતા આ તમામ બાબતો ને લઈ ને વધુ તપાસ શરૂ કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.