વહેલી સવારે લાગેલી આગ એકદમ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કુવૈતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 41 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 10 જેટલા ભારતીયો છે. 5 કેરળના રહેવાસી છે. આ દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કુવૈતના સમય અનુસાર સવારે લગભગ 6 વાગે થઈ હતી.

ગલ્ફ કન્ટ્રી કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં બુધવારે એક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઇ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકો માર્યા ગયા છે જેમાં 5 ભારતીય પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અહેવાલ અનુસાર આગની આ ઘટના સવારે બની હતી અને અનેક ફ્લોર તેની લપેટમાં આવી ગયા હતા. 

ભારતીય મૃતકો ક્યાં રાજ્યના? 

માહિતી અનુસાર મૃત્યુ પામનારા ભારતીય નાગરિકો કેરળના હોવાનું સામે આવ્યું છે. કુવૈતની ઓથોરિટીએ કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને આગ લાગવાના કારણો જાણવાના પ્રયાસો થઇ રહ્યા છે. કુવૈતની ઘટના પર ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, “કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોનાં મોત થયા છે. અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. જેમણે પરિવારોને ગુમાવ્યા, તેમના પ્રત્યે મારી સંવેદના છે.”

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024