આજ-કાલના સમયમાં પુરુષોમાં દાઢી રાખવાની ફેશન વધી રહી છે. ત્યારે દરેક પુરુષોમાં હાલમાં બિયર્ડ ફેશન ફોલો કરવામાં છે. ઓસ્ટ્રેલિયાના એક શોધકર્તાઓએ 919 મહિલાઓ પર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે બિયર્ડ રાખનારા પુરુષો પ્રત્યે મહિલાઓ વધારે આકર્ષાય છે.
ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટી ઓફ ક્વીંસલેન્ડનો સર્વે ક્લીન શેવ કે બિયર્ડ લૂક, કોને પસંદ કરે છે મહિલાઓને મહિલાઓ બિયર્ડ રાખનારા પુરુષો પ્રત્યે આકર્ષાય છે કે દાઢી રાખનારા પુરુષો શારીરિક અને સામાજિક રીતે વધારે પ્રભાવી દેખાય છે. આ કારણે મહિલાઓ તેમની તરફ વધારે આકર્ષાય છે.
અમેરિકાની લગભગ 1000 મહિલાઓપર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં તેના પાર્ટનરના ફેસ પર દાઢીને લઈને પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
વધુમાં શોધકર્તાઓએ 18-70 વર્ષની 919 મહિલાઓ પર સર્વે કર્યો અને સાથે તેને અલગ અલગ પુરુષોના ફોટો દેખાડવામાં આવ્યા હતા. ફૂલ બિયર્ડ કે દાઢી વિનાના લોકોના ફોટો બતાવવામાં આવ્યા. આ સિવાય ફોટોશોપની મદદથી કેટલાક પુરુષોના ચહેરાને સોફ્ટ કરીને દેખાડવાની કોશિશ કરવામાં આવી તો કેટલાકને વધારે પૌરુષત્વ સાથે દેખાડાયા.
મહિલાઓએ આ ફોટો જોયા બાદ આકર્ષણ માટે રિલેશનશીપના આધારે રેટિંગ આપ્યું હતું.
પરિણામમાં જાણવા મળ્યું કે મહિલાઓએ બિયર્ડ રાખનારા પુરુષોને વધારે રેટિંગ આપ્યું છે. જે પુરુષોએ ફેસ પર દાઢી રાખી હતી તેમને વધારે પસંદ કરવામાં આવ્યા હતા.