અશ્લીલતા ફેલાવવાની બાબતને લઇ એકતા કપૂર સહિત ત્રણ લોકો સામે નોંધાઈ FIR.

પોસ્ટ કેવી લાગી?
  • ટેલીવિઝન ક્વીન એકતા કપૂર સહિત ત્રણ લોકો પર અશ્લીલતા ફેલાવવાનો તથા રાષ્ટ્રીય પ્રતીકોના અપમાનના આરોપમાં ઈન્દોરમાં FIR નોંધવામાં આવી છે.
  • ઓટીટી પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર એક વેબ સીરિઝના પ્રસારણને લઈ એકતા કપૂર પર આ FIR નોંધવામાં આવી છે.
  • અન્નપૂર્ણા પોલીસ સ્ટેશનના પ્રભારી સતીશ કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે, આ FIR બાશિંદો વાલ્મીક સકરગાયે અને નીરજ યાગ્નિકની ફરિયાદ પર આઈપીસીની કમલ 294, 298 અને ભારતના રાજકીય પ્રતીક ચિન્હને લઈ નોંધવામાં આવી છે.
  • એકતા કપૂર પર આરોપ છે કે ઓવર ધ ટોપ પ્લેટફોર્મ ઑલ્ટ બાલાજી પર પ્રસારિત વેબ સીરિઝ ટ્રિપલ એક્સની સીઝન 2ને લઇ સમાજમાં અશ્લીલતા ફેલાવવામાં આવી છે.
  • આનાથી એક સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસપહોંચી છે. વેબ સીરિઝના એક દ્રશ્યમાં ભારતીય સેનાની વર્દીને ખૂબ જ ખરાબ રીતે પ્રદર્શિત કરીને રાષ્ટ્રીય પ્રતીક ચિન્હનું અપમાન કરવામાં આવ્યું છે.
  • તે પહેલા આ અંગે કનફેડરેશન ઓફ એક્સ પેરામિલટ્રી ફોર્સ વેલફેયર એસોસિએશને રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી.
  • એસોસિએશનના મહાસચિવ રણબીર સિંહે કહ્યું હતું કે, લાખો જવાનો આ રીતની ગેરજવાબદારી ની ફિલ્મોનો વિરોધ કરે છે.
  • આવી ફિલ્મોથી વર્દીનું અને રાષ્ટ્રીય પ્રતીક અપમાન થાય છે.
  • શહીદ કલ્યાણ ફાઉન્ડેશનના અધ્યક્ષ મેજર ટીસી રાવે કહ્યું કે, સેનાના જવાનો દેશ માટે ફરજ બજાવે છે પરંતુ આ વેબ સીરિઝના નિર્માતા અને નિર્દેશકોએ સેનાના જવાન સીમા પર હોય ત્યારે તેમની પત્ની ઘરમાં અન્ય પુરુષો સાથે રંગરેલિયા મનાવતી હોય તેમ દર્શાવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures