- બોલિવૂડમાં રણવીર સિંહની એક ફિલ્મની તેના ફેન્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. અને તે છે કબીર ખાનની ફિલ્મ ’83’ જેમાં લગ્ન પછી પહેલીવાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક સાથે પતિ પત્નીના રૂપમાં સાથે દેખાશે. આ ફિલ્મમાં આ બંને સ્ટાર્સ પતિ પત્નીના રૂપમાં લગ્ન પછી પહેલીવાર નજરે પડશે. ત્યારે હાલમાં દીપિકા અને રણવીરનો 83નો ફસ્ટ લૂક બહાર આવ્યો છે. જેમાં દીપિકા કપિલ દેવીની પત્ની રોમી દેવ બની છે. આ ફિલ્મ માટે રણવીરનો લૂક તો પહેલા જ સામે આવી ચૂક્યો છે. હવે દીપિકા પાદુકોણનો પહેલો લૂક પણ સામે આવ્યો છે. જેમાં તે રોમી દેવ લૂક બોબ કટ હેરમાં અલગ લાગી રહી છે.
- દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના ઓફિસયલ સોશિયલ એકાઉન્ટ પર આ તસવીર શેર કરી છે. જેમાં રણવીર એકદમ કપિલ દેવ જેવા અંદાજમાં ઊભાછે. તો પત્નીના રોલમાં દિપિકા શોર્ટ હેર સાથે નજરે પડી રહી છે. આ તસવીરમાં બંનેની કેમેસ્ટ્રી જોતા જ નજરે પડે છે. અને આ તસવીર જોઇને આ ફિલ્મ રીલિઝ થવાની રાહ તેના ફેન્સ જોઇ રહ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News