France
ફ્રાન્સ (France) આતંકવાદ સામેની લડાઇ વધુ સઘન કરવાની સત્તાવાર જાહેરાત કરી ચૂક્યું હતું. ત્યારબાદ હવે ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને અટકાવવાની સત્તા સરકારને મળશે એવો પ્રસ્તાવ સંસદમાં રજૂ થવાનો છે. ફ્રાન્સના ગૃહ ખાતાના પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને આ પ્રસ્તાવ વિશે જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે કોઇ પુરુષ મહિલા ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે તો એને પાંચ વર્ષની જેલ અને ભારે દંડ કરવામાં આવશે. એજ રીતે કોઇ મહિલા પુરુષ ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરે તો એને પણ આ કાયદો લાગુ પડશે. તેમણે વધુમાં કહ્યું કે જે લોકો સરકારી અધિકારીઓ પર દબાણ કરતા હોય કે શિક્ષકો દ્વારા ભણાવાતા પાઠનો વિરોધ કરતા હોય તેમની સામે કાયદા હેઠળ કડક હાથે કામ લેવામાં આવશે.
આ પણ જુઓ : PUBG કંપનીએ કરી દીધી આ મોટી જાહેરાત, જાણો વિગત
ગેરાલ્ડે તૂર્કીના ગ્રે વુલ્વ્ઝ પર પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ આજે ફ્રાન્સની સંસદમાં રજૂ થવાનો છે. આ પ્રતિબંધ પ્રસ્તાવ સંસદમાં પાસ થઇ જાય તો ગ્રે વુલ્વ્ઝની તમામ પ્રવૃ્ત્તિ પર સરકારી પગલાં લેવાશે.
મુસ્લિમોએ કહ્યું હતું કે પુરુષ ડૉક્ટર પાસે સારવાર કરાવવાનો ઇનકાર કરવાનો મહિલાઓને અધિકાર છે. સંખ્યાબંધ મુસ્લિમોએ ગેરાલ્ડની આ જાહેરાત સામે સોશ્યલ મિડિયા પર વિરોધ નોંધાવ્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.