Mobile
ભારત સરકારની દૂરસંચાર વિભાગની નવી યોજના આવી છે, થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર આ અફવા ફેલાઈ રહી છે. ભારત સરકારનું દૂરસંચાર વિભાગ અલગ અલગ સ્થાનો પર મોબાઈલ (Mobile) ટાવર લગાવવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેશન (NOC) આપી રહ્યું છે, પરંતુ આ દાવો ખોટો છે. આ વાત પીઆઈબી ફેક્ટ ચેકે જણાવી છે અને દૂરસંચાર વિભાગ મોબાઈલ (Mobile) ટાવર લગાવવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેશન આપવાની વાતને ખોટી ઠેરવી છે
PIB Fact Checkના ટ્વિટ મારફતે જણાવવામાં આવ્યું છે કે એવી અફવાહ છે કે દૂરસંચાર વિભાગ અલગ અલગ સ્થાનો પર મોબાઈલ (Mobile) ટાવર લગાવવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી રહ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેકે તેના પર જણાવ્યું છે કે આ દાવો બિલકુલ ખોટોલ છે અને દૂરસંચાર વિભાગે આવા કોઈ સર્ટિફિકેટ જાહેર કરતું નથી. એટલા માટે આવી અફવાહો અને ફ્રોડથી દૂર રહો.
Claim: Department of Telecommunications is providing no objection certificates to install mobile towers at various locations.#PIBFactCheck: This is #Fake certificated. @DoT_India does not issue such certificates. pic.twitter.com/AmOUZTRoNo
— PIB Fact Check (@PIBFactCheck) August 20, 2020
જો તમારી પાસે પણ આવી ખબર મેસેજ અથવા તો કોઈ બીજા રૂપમાં આવે છે અને તેના માટે લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવા માટે કહેવામાં આવે છે, તો ફોર્મને ભૂલથી પણ કોઈ જાણકારી ના ભરો. તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. તેની સાથે જો કોઈ પણ પ્રકારનો ચાર્જ અથવા તો પૈસાની માંગણી કરવામાં આવે છે, તો તેનાથી બચો, તમે ફ્રોડનો શિકાર બની શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.