Venus
- શુક્ર (Venus) ગ્રહએ ધન અને સંપત્તી વૈભવ આપનારો ગ્રહ છે.
- સામાન્ય રીતે આ ગ્રહનું રાશિ પરિવર્તન 23 દિવસે થાય છે.
- પરંતુ 28 માર્ચથી આ ગ્રહ વૃષભ રાશિમાં હતો જે હવે ચાર મહિના પછી તે 1 ઓગષ્ટનાં રોજ પોતાની રાશિ બદલી રહ્યો છે.
- આ સાથે જ શુક્ર (Venus) ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.
- આ શુક્ર (Venus) ના પરિવર્તન આ છ રાશિઓને અચાનક ધનલાભ કરાવશે. અને માલામાલ કરી દેશે.
મેષ ( અ, લ, ઈ)
- શુક્ર (Venus) ગ્રહ મેષ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે.
- જે જાતકની પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
- પારિવારિક સંબંધોમાં મધુરતા રહેશે.
- નોકરી-ધંધાની સમસ્યાઓ પણ આ સમયે દૂર થઈ શકે છે.
- આ સમયમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને ભગવાન હનુમાનને સફેદ ફૂલો અર્પણ કરવા જેથી લાભ થશે.
વૃષભ (બ, વ, ઉ)
- શુક્ર વૃષભ રાશિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે.
- આ સમયમાં આપની આર્થિક મુશ્કેલી દૂર થશે.
- મિત્રો અને સબંધીઓ સાથેના સંબંધો મજબૂત થશે.
- પત્ની અને માતા વચ્ચેનાં ખટરાગ હશે તો દૂર થશે. આ સમય જીવનમાં મધુરતા લાવશે.
મિથુન (ક, છ, ઘ)
- શુક્રનું આપની રાશિમાં ગોચર કારકિર્દીની દ્રષ્ટિએ ખૂબ જ ફળદાયી બનશે.
- શત્રુઓનો પરાજય થશે.
- અપરિણીતનાં લગ્ન થશે.
- વિદ્યાર્થીઓ માટે સારો સમય છે તેમને આ સમયમાં સારા પરિણામ મળશે.
કર્ક (ડ, હ)
- શુક્ર (Venus) નું આ ગોચર તમારા માટે સુખ અને શાંતિ લાવશે
- છેલ્લા કેટલાક સમયથી મોટુ નુકસાન થઈ રહ્યુ હતુ.
- તે ખરાબ સમયનો અંત આવવા જઇ રહ્યો છે.
સિંહ (મ, ટ)
- આપનાં માટે આ શુક્રનું (Venus) ગોચર સારુ છે.
- મોટા કાર્યોમાં સફળતા મળશે.
- આપની પ્રતિષ્ઠામાં વધારોથશે.
- જો પ્રેમ સંબંધ હોય તો સફળતાનાં યોગ છે.
- લગ્ન જીવનમાં દરેક ડગલે જીવનસાથીનો સહયોગ મળશે.
કન્યા (પ, ઠ, ણ)
- આપના માટે આ ગોચર બાદ થોડી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
- આપને શારીરિક પીડા થઈ શકે છે.
- આ સાથે જ કોઇ વાતનો તણાવ રહે.
- માનસિક ચિંતામાં વધારો કરશે.
- આ સમય આપનાં પૈસાનો બગાડ કરી શકે છે.
તુલા (ર, ત)
- આ ગોચર તુલા રાશિના જાતકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થનાર છે.
- શુક્ર તમારા ભાગ્ય સ્થાને એટલે કે 9મા સ્થાનમાં પ્રવેશ કરે છે.
- શુક્ર 9 મા સ્થાનમાં આવવાથી તમારા લાંબા સમયથી અટકી પડેલા કાર્યો પૂર્ણ થશે.
- તેમજ જમીન મકાનને લગતા કાર્ય પૂર્ણ થશે.
વૃશ્ચિક (ન, ય)
- શુક્રના આ રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના લોકોને મુશ્કેલીઓથી મુક્તિ મળશે.
- પૈસે ટકે પરિસ્થિતિ સામાન્ય રહેશે, જોકે આ સમયમાં ખર્ચમાં નિયંત્રણ રાખશો.
- બીનજરૂરી ખર્ચાથી દૂર રહેશો.
મકર (ખ, જ)
- મકર રાશિના જાતકોને શુક્રના ગોચર પછી શત્રુઓ સાથે સ્થિર રહેવું પડશે.
- આપે હિત શત્રુઓથી સાવધાન રહેવું.
- ભાગીદારીમાં નુકસાની સહન કરવી પડે.
- જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા રહે.
- વેપાર ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. માનસિક તાણ વધશે.
ધન (ભ, ધ, ફ, ઢ)
- આ રાશિનાં જાતકો માટે શુક્રનું મિથુનમાં ગોચર ખૂબ ફાયદાકારક રહેશે.
- શુક્ર ધન રાશિના 7 મા સ્થાનમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે.
- આ સમય દરમિયાન, માત્ર તમને પૈસા જ મળશે નહીં.
- પરંતુ સુખ શાંતિ અને સમૃદ્ધિનાં યોગ છે.
કુંભ (ગ, સ, શ, ષ)
- શુક્રના રાશિ પરિવર્તન પછી, કુંભ રાશિના લોકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.
- તેમને સંતાન તરફથી લાભ મેળવી શકે છે.
- શત્રુઓનો પરાજય થશે.
- વેપાર ધંધા કે નોકરીમાં ઉત્તમ સમયનો યોગ છે.
- વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં તમને સફળતા મળશે.
- પ્રેમ સંબંધ સફળ થશે.
મીન (દ, ચ, ઝ, થ)
- શુક્ર મીન રાશિના ચોથા સ્થાનમાં પ્રવેશ કરશે,
- જે સુખનું સ્થળ માનવામાં આવે છે.
- આ સમયમાં આપને વાહન અથવા જમીનની ખરીદીનાં યોગ બને છે.
- આ સમય આપનાં માટે ખૂબ જ શુભ રહેશે.
- આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા રોકાણોથી લાંબા ગાળાના લાભ મળશે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow