Gandhinagar: HTAT principals of the state went on a fast.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે સમગ્ર રાજ્યના પ્રાથમિક વિભાગના HTAT આચાર્યો પોતાની બાર વર્ષોની માંગણી મુદ્દે એકઠા થયા છે. આ લોકો દ્વારા ગાંધીનગર મામલતદાર પાસે ગતરોજ આંદોલનની પરવાનગી માંગવામાં આવી હતી પરંતુ માંગણી ના મળતા તેઓએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની બાજુમાં રહેલા મેદાનમાં આમરણાંત ઉપવાસ ઉતરીને આંદોલનનું રણશિંગૂ ફૂંક્યું છે. શિક્ષકો કહેવું છે કે જ્યાં સુધી કોઇ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ પર રહેવાનો નિર્ણય કર્યો છે…

સમગ્ર રાજ્યમાં 7000 જેટલા HTAT આચાર્યો છે જેઓ સરકાર તરફથી તેમના બદલીના પ્રશ્નો અને અન્ય પ્રશ્નો મુદ્દે સરકાર પાસે પરિપત્રની માંગણી કરી રહ્યા છે. આ અગાઉ તેમની સરકાર સાથે ચાર વખત બેઠક થઈ હોવા છતાં સમાધાન કે સુલેહ ના થતા આ લોકોએ આંદોલન ચાલુ રાખેલ છે. ગાંધીનગરમાં હાલ 400 જેટલા HTAT આચાર્યો એકઠા થયા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે…

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024