વિમલ સોંદરવા, ધોરાજી : ઉપલેટાના પંચહાટડી ચોકમાં આજે વહેલી સવારના જૂની અદાવત અને જમીનના ડખ્ખામાં બે જૂથ વચ્ચે અંધાધુંધ આઠ રાઉન્ડ ફાયરીંગ થતા નાસભાગ મચી જવા પામી હતી. ગેંગવોરની આ ઘટનામાં 3થી4 વ્યક્તિઓને ઈજા થતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જો કે પરીસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.
આજે વહેલી સવારના ઉપલેટામાં પંચહાટડી ચોક વિસ્તારમાં બે ગેંગ સામસામે આવી જતાં પરિસ્થિતિ વણસતાં આડેધડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી. આ અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ વ્યક્તિને ઈજા પહોંચી છે, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે, જ્યારે અન્ય બે વ્યક્તિને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ બનાવની જાણ થતાં પીઆઈ કે.કે. જાડેજા પોલીસકાફલા સાથે પંચહાટડી ચોકમાં દોડી ગયા હતા અને પરિસ્થિતિ બગડે નહીં અને ખોટી અફવાઓ ફેલાય નહીં એ બાબતને ધ્યાનમાં લઈને તાત્કાલિક બજારો બંધ કરાવી દીધા હતા. પોલીસે ઇજાગ્રસ્ત લોકોનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરિયાદ પણ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ગેંગવોરની આ ઘટનામાં 8 જેટલા રાઉન્ડ ફાયરિંગ થયા છે. ફાયરિંગ કરનારા પાસે બે હથિયાર હતાં. ઘાયલ થયેલી વ્યક્તિને ફાયરિંગ કરનારનું નામ પૂછતાં તેમણે ચાર શખસનાં નામ આપ્યા હતા, જોકે પોલીસે હજુ ગુનો દાખલ કર્યો નથી. આ ઘટનામાં વધુ નામ ઉમેરાઇ શકે છે. આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans