Pakistan
પાકિસ્તાન (Pakistan)માં બાળકોની નજર સામે જ વિદેશી મહિલા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટના લાહોર નજીક બની છે. આ ઘટના બાદ આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. એટલું જ નહિ આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ આ ઘટના માટે તે મહિલાને જવાબદાર ગણાવી છે. જેથી આખા દેશના લોકોનો રોષે ભરાયા છે.
આ પણ જુઓ : Arunachal Pradesh ના 5 યુવકોને ચીને ભારતને સોંપ્યા
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ આ મહિલા ફ્રાંસની રહેવાસી છે. ગુરુવારે સવારે આ મહિલા પોતાના બે બાળકો સાથે લાહોરથી ગુજરાવાલા તરફ જઇ રહી હતી. તે દરમિયાન અચાનક તેની કાર બંધ થઇ ગઇ. અંધારુ હોવાના કારણે મહિલાએ મદદ ના મળે ત્યાં સુધી કારમાં જ રહેવાનું નક્કી કર્યુ. એટલામાં કેટલાક લોકો આવ્યા અને બારીના કાચ તોડી નાંખ્યા. મહિલાને ખેંચીને તેઓ બાજુના ખે તરમાં લઇ ગયા અને તેના બાળકોની નજર સામે જ તેનો ગેંગરેપ કર્યો. માત્ર એટલું જ નહીં પરંતુ હુમલાખોરો પૈસા, ઘરેણા અને ત્રણ એટીએમ પણ લઇ ગયા.
આ પણ જુઓ : કંગનાના ડ્રગ કનેક્શનને લઇ મુંબઈ પોલીસ શરૂ કરશે તપાસ
મળતી માહિતિ પ્રમાણે અત્યાર સુધીમાં પોલીસે આ કેસમાં 15 અપરાધીઓની ધરપકડ કરી છે. પોલીસે જે 15 લોકોની ધરપકડ કરી છે તેમાંથી એક પણ વ્યક્તિનો સંબંધ આ કેસ સાથે નથી. કેસના મુખ્ય તપાસ અધિકારી ઉમર શેખે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે આ ઘટનામાં મહિલાનો વાંક છે. લાહોર સહિત પાકિસ્તાનના મોટા શહેરોમાં મહિલાઓ રસ્તા પર ઉતરીને આ ઘટનાનો વિરોધ કરી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.