- પાટણ જિલ્લામાં સરપંચની બેઠક માટે ૪૨ અને સભ્યો ની બેઠક માટે ૬૦ ઉમેદવારી ફોમૅ ભરાયાં..
આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચુંટણી ને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં પણ ગ્રામ પંચાયતની ૧૭૭ ગ્રામ પંચાયતની યોજાનાર સામાન્ય ચૂંટણી માટે હાલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે બુધવારના રોજ પાટણ જિલ્લા માં સરપંચની બેઠક માટે ૪૨ અને વોર્ડના સભ્યોની બેઠક માટે ૬૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે લોકોનો ઘસારો દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે બુધવારના રોજ સરપંચની બેઠક માટે ૪૨ ફોર્મ ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે ૬૦ ફોર્મ ભરાયા હતા જેમાં સરપંચની બેઠક માટે સૌથી વધુ રાધનપુર તાલુકામાં ૧૧ ફોર્મ ભરાયા હતા જ્યારે વોર્ડ સભ્ય માટે ૧૦ ફોર્મ ભરાયા હતા જ્યારે અન્ય તાલુકામાં ચાણસ્મા માં સરપંચ માટે ૩ અને સભ્ય માટે ૨ ફોર્મ, શંખેશ્વર માં સભ્ય માટે ૧ ફોમૅ,સમી માં સરપંચ માટે ૨ ફોમૅ, સરસ્વતી માં સરપંચ માટે ૯ ફોર્મ અને સભ્ય માટે ૧૭ ફોર્મ, સાંતલપુર માં સરપંચ માટે ૭ ફોર્મ અને સભ્ય માટે ૯ ફોર્મ સિધ્ધપુર માં સરપંચ માટે ૬ ફોર્મ અને સભ્ય માટે ૧૬ ફોમૅ હારીજ માં સરપંચ માટે ૪ અને સભ્ય માટે ૫ ફોર્મ ભરાયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.