Girls Marriage
PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર જણાવ્યું કે, આપણે દીકરીઓના લગ્ન (Girls Marriage) માટે ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચાર કરવા માટે સમિતિની રચના કરી છે. સમિતિ પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરશે ત્યારબાદ આપણે યોગ્ય નિર્ણય લઇશું.
ભારત સરકાર છોકરીઓ માટે લગ્ન (Girls Marriage) ની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર પર ફરીથી વિચાર કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, હવે છોકરીઓના લગ્ન (Girls Marriage) ની ન્યૂનતમ ઉંમર 18 થી વધારીને 21 કરી શકાય છે. જો કે, તેનાથી છોકરીઓના જીવનમાં કેટલાંક ફેરફાર આવશે.
તમને જણાવવાનું કે, છોકરીઓની ન્યૂનતમ ઉંમર મર્યાદામાં ફેરફાર કરવા પાછળનો ઉદ્દેશ માતૃ મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે. તથા સરકારની આ કવાયદ પાછળ સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય પણ હોઇ શકે છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણએ પાછલા બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, મહિલાની માતા બનવાની યોગ્ય ઉંમર અંગે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવાશે. તો નાણાંમંત્રી બાદ હવે પીએમ એ પણ ટાસ્ક ફોર્સના રિપોર્ટ બાદ દીકરીઓના લગ્ન (Girls Marriage) ની ન્યૂનતમ ઉંમર પર પુનર્વિચારની વાત કહી છે.
સુપ્રીમ કોર્ટનો ઑક્ટોબર 2017મા એક ચુકાદો આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વૈવાહિક બળાત્કારથી દીકરીઓને બચાવા માટે બાળ વિવાહ સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવા જોઇએ. તેમજ સુપ્રીમ કોર્ટે લગ્ન માટે ન્યૂનતમ ઉંમર અંગે નિર્ણય લેવાનું કામ સરકાર પર છોડી દીધું હતું. જો કે, હવે સરકારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઇ કવાયદ શરૂ કરી છે.
ઉપરાંત એક અધિકારીએ કહ્યું કે લગ્ન માટે છોકરી અને છોકરાની ન્યૂનતમ ઉંમરને એક સમાન રાખવી જોઇએ. જો માતા બનવાની કાયદાકીય ઉંમર 21 વર્ષન નક્કી કરી દેવાય તો મહિલાની બાળક પેદા કરવાની ક્ષમતાવાળા વર્ષોની સંખ્યા આપો આપ ઘટી જશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.