- ચાલીસથી વધુ પેસેન્જર ઇજાગ્રસ્ત
- રાપર વડોદરા બસનો સાંતલપુર નજીક ગમખ્વાર અકસ્માત
- આગળના ટ્રેલરે બ્રેક મારતા બસ ટ્રેલરમાં ઘુસી ગઈ
- ૧૦૮ ઘટના સ્થળે પહોંચી
- ઘાયલોને સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા
સાંતલપુર નજીક અવાર નવાર અકસ્માત ની ઘટના ઓ ઘટતી જોવા મળે છે.ક્યારેક ટ્રકો વચ્ચે તો ક્યારેક નાના વાહનો વચ્ચે તો આજે બસ ને અકસ્માત નડતા 18 મુસાફરો ઘવાતા તમામ ને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
સાંતલપુર નેશનલ હાઇવે ના ખાડા ઓ અકસ્માત નું કારણ બને છે જેવા કિસ્સા અગાઉ આ રોડ પર અકસ્માત થતા રોડ ઓથોરિટી પર પોલીસ કેસ નોંધાયા છે.ત્યારે ખાડા ના લીધે આગળ ના ટ્રેલરે બ્રેક મારતા બસ ટકરાઈ હોઈ શકે,જો તેવું બન્યું હોય તેવી જ એક ઘટના સામે આવી હોવાની વિગતો સામે આવી છે.સાંતલપુર થી પસાર થતી રાપર વડોદરા બસ જઈ રહી હતી તે સમયે તેની આગળ જતાં ટ્રેલરે અચાનક ખાડા હોઈ બ્રેક મારતા બસ ટ્રેલર ને પાછળ થી અથડાઈ હતી.આ ઘટના ઘટતા 18 જેટલા પેસેન્જરો ઇજાગ્રત બનતા 108 ને જાણ કરવામાં આવી હતી અને તમામ મુસાફરો ને સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત સ્થળે કલાકો સુધી ટ્રાફીક જામ જોવા મળતા પોલીસ ઘટના સ્થળે આવી ટ્રાફીક સમસ્યા હલ કરી હતી.