ગુજરાતમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન શરૂ કરતાં પહેલાં સંચાલકે સરકારની ઓથોરિટી પાસેથી સાત પ્રકારની મંજૂરીઓ ફરજિયાત લેવાની રહેશે. રાજ્યસરકારના ગૃહવિભાગે એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફટી (મોડલરૂલ્સ) 2024ના સૂચિત નિયમ તૈયાર કર્યા છે અને લોકોના અભિપ્રાય લેવા માટે વેબસાઈટ પર મૂક્યા છે. 25મી જૂન સુધીમાં વાંઘા-સૂચનો આવી ગયા પછી આ ડ્રાફ્ટને નિયમોમાં પરિવર્તિત કરીને જાહેર કરવામાં આવશે. હવેથી તહેવારોના સમયે આનંદમેળા સહિતના મનોરંજન સ્થળોએ મર્યાદિત સમય માટે લાયસન્સ એનાયત કરાશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં વસાવવામાં આવેલી રાઈડ્સ માટેના અલગ નિયમો ઘડવામાં આવ્યા છે અને સંચાલકે તેનું પાલન કરવાનું રહેશે. સમારકામ અને જાળવણીની કામગીરીનું મોનિટરીંગ કરાશે.