કેન્દ્ર સરકાર દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ બજેટ સરકારે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપી છે.
મોદી સરકારના કાર્યકાળનું આજે છેલ્લું બજેટ રજૂ કરતા પીયૂષ ગોયેલે ઇન્કમ ટેક્સમાં 5 લાખ સુધીની છૂટછાટની જાહેરાત કરી છે.
- હવે 5 લાખ સુધીની આવકમાં કોઇ ટેક્સ આપવો નહીં પડે. દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરવાથી સાડા છ લાખ રૂપિયા સુધી કોઇ ટેક્સ આપવો નહીં પડે.
- સ્ટાન્ડર્ડ ડિડક્શનની સીમા પણ 40 હજારથી વધારીને 50 હજાર થઇ.
- જો 2.40 લાખ રૂપિયા સુધી ભાડું મળે છે તો ટીડીએસ નહીં આપવો પડે.
- કેપિટલ ગેમ્સ હેઠળ રોકાણની લિમિટ એક ઘરથી વધારીને બે ઘર કરી દેવામાં આવી છે. જીવનમાં એકવાર આ છૂટ મળશે. બે કરોડ રૂપિયા સુધી આવું રોકાણ કરી શકાશે.
- બેન્ક અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ પર મળનાર વ્યાજ પર ટીડીએસમાં છૂટ 10 હજારથી વધારીને 40 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે.
- ત્રણ કરોડ મિડલ ક્લાસ ટેક્સ પેયર્સ, સ્મોલ ટ્રેડર્સ, પેન્શનર્સ અને સીનિયર સિટિઝન્સને ટેક્સમાં રાહત મળશે. તેનાથી સરકારને 18500 કરોડ રૂપિયાનું ભારણ આવશે.
- આગામી બે વર્ષમાં આઇટીઆરનું વેરિફિકેશન ઓનલાઇન થશે. જેમાં કોઇ ટેક્સ ઓફિસરની ભૂમિકા નહીં રહે. આગળ જતાં સ્ક્રૂટની માટે પણ ઓફિસ જવું નહીં પડે. ટેક્સ ઓફિસર કોણ છે અને ટેક્સ આપનાર કોણ છે, તેની બન્નેને જાણ થશે નહીં.
- ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું ઓનલાઇન સમાધાન થઇ રહ્યું છે. 99.54 ટકા ઇન્કમ ટેક્સ રિટર્ન્સને કોઇપણ પ્રકારની તપાસ વગર મંજૂર કરવામાં આવે છે. હવે 24 કલાકમાં તમામ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ થશે અને તરત રિફન્ડ પણ આપવામાં આવશે.