ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી -૨૦૨૧ ચૂંટણી પ્રચાર માટે વાહનોના ઉપયોગ તથા ચૂંટણી સભા સંદર્ભે જાહેરનામુ.

પોસ્ટ કેવી લાગી?
  • ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે તેની તકેદારી રાખવા અપીલ..

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડિસેમ્બર-૨૦૨૧માં રાજયની અંદાજીત ૧૦,૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વિભાજન મધ્યસત્ર/ પેટાચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ યોજાનાર છે. જેમાં પાટણ જિલ્લામાં કુલ ૨૦૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ તથા મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ ની રોજ યોજાનાર છે જેને લઇને પાટણ જિલ્લામાં આ ચૂંટણીના સરળ અને સફળ સંચાલન માટે તેમજ ચૂંટણીના કાર્યક્રમ દરમ્યાન જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વિવિધ કાર્યવાહી અંગે શુક્રવારના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.પરમાર દ્વારા રાજ્યના ચૂંટણી આયોગની પ્રવર્તમાન સુચનાઓ મુજબ, ચૂંટણી અધિકારી કે અન્ય સક્ષમ અધિકારી પાસે નોંધાવ્યા સિવાયના કે માન્ય પરમીટ અને પરવાનગી સિવાયના વાહનો ચૂંટણી કામે વાપરવા સામે, ચૂંટણી પ્રચાર દરમ્યાન ત્રણ કરતાં વધારે વાહનો એકી સાથે ચલાવવા સામે, ચૂંટણી મતદાનના દિવસે મતદારોને તેમના ઘર-સ્થળથી વાહનમાં બેસાડી મતદાન મથક સુધી લાવવા સામે કે લઈ જવા સામે, મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા તથા ચૂંટણી ચિન્હો દર્શાવવા સામે, મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં બિનઅધિકૃત કાપલીઓ લઈ જવા સામે, મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રિજયામાં વાહનોની અવરજવર સામે, મતદાન મથકની ૨૦૦ મીટર ત્રિજયામાં હરીફ ઉમેદવારો તેમના એજન્ટો તેમના કાર્યકરોના ટેબલ ખુરશી ચૂંટણી નિયમોથી વિરૂધ્ધ રીતે મુકવા સામે, મતદાન મથકની ૨૦૦ મીટરના અંતર સુધીમાં કોઇપણ મંડપ બાંધવો નહીં અને એક જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે.

તડકા/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછી પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. આવો મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તામંડળની લેખીત પરવાનગી મેળવવી અને સંબંધિત ચૂંટણી અધિકારીઓને જાણ કરવાની રહેશે. ચૂંટણી પંચની સુચનાઓ નિયત સંખ્યા કરતાં વધુ વાહનો ચૂંટણીમાં વાપરવા સામે, ચૂંટણી પ્રચારમાં સક્ષમ અધિકારી પાસેથી મેળવવામાં આવેલ પરમીટ અને રજિસ્ટ્રેશન સિવાયના વાહનોના ચુંટણી પ્રચારમાં ઉપયોગ સામે, ચૂંટણી નિયમોમાં ઠરાવેલ સંખ્યા કરતાં વધુ સંખ્યામાં સરઘસ આકારે ઉમેદવાર સાથે ઉમેદવારી પત્ર ભરવા જવા સામે પ્રતિબંધ છે.

સાથે સાથે ચૂંટણી સભા, વાર્તાલાપ કે મતદારના વ્યક્તિગત સંપર્ક દરમ્યાન કોઇને ઉતારી પાડતાં, ચારીત્ર્ય-ખંડન કરતાં પ્રવચનો કરવા સામે, ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વગેરેની ભૂમિકા પર જુદા જુદા જનસમુહ કે વર્ગ વચ્ચે વૈમનસ્ય, તિરસ્કાર, દ્વેષ વધે તથા જનસંવાદિતાની જાળવણીને વિપરીત અસર થાય તેવા પ્રવચન, ચોંકાવનારા સમાચાર વાળા વિધાન કરવા સામે કે તેમ કરવા કોઈને પ્રોત્સાહન આપવા સામે પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી તા.૨૪ ડિસેમ્બર સુધી પાટણ જિલ્લાની હદના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ના ૪૫મી)ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલિસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈ પી.સી. કલમ ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures