PUBG

દિલ્હીમાં એક 15 વર્ષીય કિશોરે પોતાના દાદાના પેન્શનના ખાતામાંથી ખોટી રીતે નાણા ટ્રાન્સફર કર્યાનો આરોપ છે. પૌત્રએ PUBG ગેમની ચૂકવણી કરવા માટે પોતાના દાદાના પેન્શન એકાઉન્ટથી 2 લાખ 34 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આ કિશોરે બધા રૂપિયા ઓનલાઇન વોલેટમાં ટ્રાન્સફર કર્યા.

નોંધનીય છે કે ગત 8 મેના રોજ દાદાના મોબાઇલ ફોન પર એક મેસેજ આવ્યો જેમાં બેન્કના ખાતામાંથી 2500 રૂપિયા ડેબિટ થવાનું લખ્યું હતું. આટલા રૂપિયા ડેબિટ થયા બાદ તેમના ખાતામાં માત્ર 275 રૂપિયા જ બચ્યા હતા.આ બાદ સ્ટેટમેન્ટ ચેક કરતાં જાણવા મળ્યું કે છેલ્લા બે મહિનામાં તેમના ખાતામાંથી એક Paytm ખાતામાં કુલ 2.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે.

દિલ્હીના દ્વારકા ડેપ્યૂટી પોલીસ કમિશ્નર એન્ટો અલ્ફોંસ પ્રમાણે, બે મહિનામાં 15 વર્ષીય કિશોરે પોતાના 65 વર્ષીય દાદાના ખાતામાંથી 2.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે તેના દાદાને પૈસા ટ્રાન્સફર થવાની જાણકારી મળી તો તેઓએ પોલીસને ફરિયાદ કરી.

આ અંગે પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે ગત 1 સપ્ટેમ્બરે કેસ ઉત્તર દિલ્હી પોલીસ જિલ્લાની સાઇબર શાખામાં ટ્રાન્સફર કરી દીધો છે. ડીસીપીએ જણાવ્યું કે અમે Paytm ખાતાધારકથી સંપર્ક કર્યો. તો ખાતાધારકે જણાવ્યું કે તેના સગીર દોસ્તએ તેની પાસેથી પેટીએમ આઇડી અને પાસવર્ડ ઉધાર આપવા માટે કહ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે કિશોર ફરિયાદીનો પૌત્ર હતો. ત્યારબાદ પૂછપરછમાં મામલાનો ખુલાસો થયો.

પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. જોકે કિશોર PUBG ના વધુ લેવલ સુધી ન પહોંચી શક્યો. PUBGના હાઇ લેવલ સુધી પહોંચતા પહેલા જ તેનું એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024