કેન્દ્ર ના પાંચ મંત્રીઓ નો 2022 ને ધ્યાને રાખી ગુજરાત પ્રવાસ મા જન આશીર્વાદ યાત્રા નું આયોજન અંતર્ગત આજે પાટણ શહેર મા બીજો દિવસ હતો
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ ની આગેવાની હેઠળ યાત્રા શરૂ થઈ હતી
યાત્રા પહેલા કેન્દ્રીય મંત્રી એ વિરમાયા સ્મારક,રાણીની વાવ રેડક્રોસ ભવન ,રસીકરણ ની મુલાકાત બાદ ગાયત્રી મંદિર એ દર્શન કર્યા હતા અને લીલીવાડી થી વિવિધ રૂટ પર થી પસાર થઈ ને એપીએમસી હોલ મા સભા ના સ્વરૂપ મા ફેરવાઈ હતી પાટણ જિલ્લા ની હારીજ ના અસાલડી ગામે થી યાત્રા નો પ્રારંભ થયો હતો એપીએમસી બાદ સિદ્ધપુર તરફ યાત્રા શરૂ થઈ હતી
સર્કિટ હાઉસ મા જ્યારે પ્રેસ યોજાઈ ત્યારે તેમને વિપક્ષ ને ટાર્ગેટ કરી ને લોકસભા મા નવા મંત્રીઓનું અપમાન નો રાગ આલાપયો હતો
પાટણ જિલ્લા મા દૂર સંચાર ની સ્થિતિ ઘણી નબળી છે ત્યારે ફરી એક વાર આગળ ની સરકાર નો વાંક કાઢી તેમની નીતિ ને કારણે BSNL ની સ્થિતિ કથલી હોવાનું જણાવી તેમને જિલ્લા વાસીઓ ને આસ્વાસન આપ્યું હતું કે મને 1 મહિનો પદ સાંભળે થયો છે છતાં હું BSNLની સ્થિતિ વધુ સારી બને તેવા પ્રયત્નો કરીશ તેમ જણાવ્યું હતું
આજની આ જન આશીર્વાદ યાત્રા મા ભાજપ ના કાર્યકરો આગેવાનો મોટી સંખ્યા મા જોવા મળ્યા હતા અને આમ પ્રજા રાબેતા મુજબ કામગીરી કરતી નજરે જોવા મળી હતી.