Gujarat Weather Update Ambalal Patel : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષેનું હવામાન વિષમ રહેવાની સંભાવના વ્યક્ત કરીને મે માસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ચક્રવાત, આંધી અને વંટોળ સાથે ઉનાળા વચ્ચે વરસાદ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મે મહિના દરમિયાન વારંવાર વરસાદ થવાની સાથે જૂનની શરુઆતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલે મે માસમાં ચોમાસા જેવો માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરી છે કે, 2થી 8 મે દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. અંબાલાલે મેના બીજા અઠવાડિયાની શરુઆત સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે મે માસની મધ્યમાં પણ તેમણે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
બંગાળના ઉપસાગરમાં 10થી 18 મે વચ્ચે ચક્રવાત આવશે. તો 25 મેથી 10 જૂન વચ્ચે આરબ સાગરમાં ચક્રવાત આવશે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદ પડશે. તો 8 જૂને દરીયામાં હલચલ વધશે.
અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, ભાવનગર, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી છે. જેને પગલે આજે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી છે. તો 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં માવઠું પડી શકે છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans