Harassment of moneylenders in Patan city

પાટણ શહેરનાં એક વેપારી બે અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂા. 8 લાખ અને રૂા. 7 લાખ લીધેલા તેનાં વ્યાજ સહિત રૂપિયા પરત આપ્યા હોવા છતાં વધુ વ્યાજની માંગણી કરાતી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ , પાટણ શહેરનાં ટી.બી. ત્રણ રસ્તા નજીકની પાયલ પાર્ક સોસાયટી પાસેની શ્લોક પરિસર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ શોભરાજભાઇ ઠક્કરે તા. 13-12-19 થી 25-5-23 દરમિયાન પાટણનાં બેચરભાઇ પાસેથી રૂા.8 લાખ લીધેલા જેનાં વ્યાજ સહિત રૂ15 લાખ અને નરેશભાઇ પાસેથી રૂા.7 લાખ લીધેલા તેમાં વ્યાજ સહિત રૂ 12 લાખ પરત આપ્યા હોવા છતાં પણ તેઓ વધુ વ્યાજની માંગણી કરી ધમકી આપતાં હોવાની ફરિયાદ કિશોર ઠક્કરે બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024