ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)અને કૃણાલ પંડ્યાએ (Krunal Pandya) મુંબઈમાં એક આલીશાન ફ્લેટ (Pandya Brothers New Flat) ખરીદ્યો છે. જેની કિંમત 30 કરોડ રૂપિયા છે. હાર્દિક પંડ્યાના આ ફ્લેટમાં 8 બેડરૂમ છે અને 3838 સ્ક્વેયર ફૂટમાં બનેવું છે. પંડ્યા ભાઈઓએ આ ફ્લેટ રુસ્તમજી પેરામાઉન્ટમાં ખરીદ્યો છે. આ સોસાયટીમાં બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ અને દિશા પટણી પર રહે છે.

ડીએનએના રિપોર્ટ પ્રમાણે હાર્દિક અને કૃણાલ પંડ્યાના ઘરમાં જિમ, ગેમિંગ ઝોન પણ છે. સાથે એક પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ પણ આ આલીશાન ફ્લેટમાં છે. આટલું જ નહીં પંડ્યા બંધુઓના એપાર્ટમેન્ટમાં પ્રાઇવેટ થિયેટર પણ છે. જલ્દી પંડ્યા બ્રધર્સ વડોદરાથી મુંબઈ શિફ્ટ થઇ શકે છે. ક્યારેક-ક્યારેક 400-500 રૂપિયા પ્રતિ મેચ કમાનાર પંડ્યા બ્રધર્સ આજે ભારતના ટોપ ઓલરાઉન્ડર્સમાંથી એક છે.

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. જોકે બંને ભાઈઓ શાનદાર પ્રદર્શન કરી શક્યા ન હતા. કૃણાલ પંડ્યા 2 વન-ડેમાં 1 વિકેટ ઝડપી શક્યો અને બેટિંગમાં 35 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા વન-ડેમાં 9.50ની એવરેજથી 19 રન જ બનાવી શક્યો હતો. તે 2 વિકેટ ઝડપી શક્યો હતો.

ટી-20 શ્રેણીની પ્રથમ મેચ પછી કૃણાલ પંડ્યા કોવિડ-19 પોઝિટિવ આવ્યો હતો. જે પછી તેના સંપર્કમાં આવેલા 8 અન્ય ખેલાડીઓ પણ બહાર થઇ ગયા હતા. જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ હતો.