Harij News : પાટણ જિલ્લાની નર્મદા કેનાલમાં અવાર-નવાર આપઘાતના બનાવો સામે આવ્યા છે. આ દરમ્યાન હવે મેસરા નજીક અજબપુરા ગામ નજીકની નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું છે. આ તરફ ઘટનાને લઈ ફાયર વિભાગે મૃતકની લાશને કેનાલની બહાર નિકાળી પોસ્ટમોર્ટમ અંગે ખસેડાઇ હતી.
પાટણ જિલ્લાના મેસરા નજીક અજબ પુરા ગામ નજીકની નર્મદા કેનાલમાં ગઇકાલે ગામના જ 31 વર્ષીય પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોરે અગમ્ય કારણોસર ઝંપલાવી દીધું હતું. આ તરફ કેનાલ પાસે યુવાનનું બાઈક-મોબાઈલ અને ચપ્પલ પડ્યા હતા. જેથી તે કેનાલમાં પડ્યો હોવાની માની સ્થાનિકોએ ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને જાણ કરતા મહેસાણાની ફાયર ટીમ આવી પહોંચી હતી અને કેનાલમાં શોધખોળ કરી ભારે જહેમત બાદ સાંજે 5 વાગે યુવાની લાશ બહાર કાઢવામાં આવી હતી. જે બાદમાં ચાણસ્મા ખાતે પોસ્ટમોર્ટમ કરી લાશને પરિજનોને સોંપવામાં આવી હતી. વિગતો મુજબ મૃતક યુવક મંડાલી નિરમાં કંપનીમાં નોકરી કરતો હતો. આ સાથે આ યુવકને 2 વર્ષનો બાળક અને 5 વર્ષ ની બાળકી પણ છે. ઘટનાને લઈ મૃતકના પારીજનો સહિત ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.