Heavy Rain : બે દિવસમાં 25 ઇંચ વરસાદથી આ જિલ્લો થયો જળબંબાકાર

પોસ્ટ કેવી લાગી?

Heavy Rain

  • સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં મેઘમહેરથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
  • બે દિવસમાં સૌથી વધારે વરસાદ (Heavy Rain) જામનગર જિલ્લા અને દ્વારકા જિલ્લામાં નોંધાયો છે.
  • તેથી આ બંને જિલ્લામાં મેઘમહેરની સાથે મેઘરાજાએ મેઘકહેર પણ મચાવ્યો છે.
  • દ્વારકામાં બે દિવસમાં અનરાધાર 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
  • આથી દ્વારકામાં નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી.
  • દ્વારકાના ગુરૂદ્વારા વિસ્તારમાં હજી 4થી 5 ફૂટ પાણી ઘરોમાં ભરાયેલા છે.
  • જ્યારે વધારે નીચાણવાળા વિસ્તારોમાં હજી 8 ફૂટ સુધી પાણી ઘરોમાં ભરાયેલા છે.
  • ભારે વરસાદ (Heavy Rain) ના કારણે દ્વારકા જિલ્લાની અંદર પ્રવેશતા 34 સ્ટેટ હાઇવે બંધ છે.
Heavy Rain
  • દ્વારકા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં ખંભાળીયા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
  • ખંભાળીયામાં પણ પાણી ઓસર્યા નથી. ભારે વરસાદ (Heavy Rain) થી ખેતરો જળબંબાકાર થતા ખેડૂતોના ઉભા પાક બળી  રહ્યા છે.
  • તેમજ મોટાભાગના ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ છે.  
  • ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે.  
  • નગડીયા ગામના 25 જેટલા ખેડૂતોને ખેતરમાં પાણી ભરાતા નુકસાન પહોંચ્યું છે.
Heavy Rain
  • ભારે વરસાદ (Heavy Rain) થી ઘરોમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત લોકોની ઘરવખરી પલળી ગઇ છે.  
  • ગુરૂદ્વારા વિસ્તારમાં વીજ મીટર સુધી પાણી પહોંચી ગયું હતું.
  • આથી લોકોના ઘરની તમામ વસ્તુ પલળી ગઇ છે.
  • ઘરોમાં ટેબલ, ખુશી તરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
  • તેમજ ઘરની બહાર પાર્ક કરેલી બસો પણ અડધી ડૂબેલી હાલતમાં જોવા મળી રહી છે.
  • તો ઘરવખરી સહિત મોટાભાગના ઝુપડા પૂરના પાણીમાં તણાય ગયા છે.
  • દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી વીજળી પણ ગુલ હોવાથી રાત્રે અંધારપટ્ટ છવાઇ જાય છે. 
  • દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં અનરાધાર વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે.
  • ગામમાં માથાડૂબ પાણી ભરાયા છે. ગામના મકાનો અડધા ડૂબી ગયા છે.
  • ગામના લોકો ઉંચાઇવાળા મકાન હોય ત્યાં આશરો લીધો છે.
  • ગામની બજારોમાં જાણે નદીમાં ઘોડાપૂર આવ્યું તેમ પાણી વહી રહ્યા છે.
  • ગામમાં પાણી ઘૂસા જતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે.
  • ગામમાં જવા-આવવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે.
  • કુદરતી આફતથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
  • દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ (Heavy Rain) થી નાના-મોટા તમામ ચેકડેમો સાથે મોટા જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઇ જતા ઓવરફ્લો થયા છે.
  • જેમાં ખંભાળીયાનો ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા ડેમ,  વર્તું-1 ડેમ, સોનમતી ડેમ, મિણસાર ડેમ, વેરાડી-1 અને વેરાડી-2 ડેમ, શેઢા ભાડથરી ડેમ, કબરકા ડેમ, ગઢકી ડેમ, કંડોરણા ડેમ સહિત તમામ ડેમો તેની સપાટીથી ભયજનક સપાટીએ ઓવરફ્લો થઇ ગયા છે.
  • પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ભારે પવન અને વરસાદના લીધે જગતમંદિરનું શિખરદંડ તૂટી ગયું હતું.
  • ભારે પવન અને વરસાદના લીધે જ્યાં મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવે છે તે દ્વારકાધીશ મંદિરની શિખર ધ્વજા ચડાવાનો દંડ તૂટ્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures