Rainfall
ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદે (Rainfall) બેટિંગ શરુ કરી છે. જે દરમિયાન ઉત્તર ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સક્રિય થયું છે. જેની અસર ગુજરાતમાં 26 ઓગસ્ટ પછી વર્તાશે. અત્યાર સુધી રાજ્યમાં 18 ટકા વધુ વરસાદ (Rainfall) વરસ્યો છે. રવિવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ગુજરાતમાં અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ પણ જુઓ : પાટણમાં વરસાદી પાણી ભરાતાં ચીફ ઓફીસરનું બોટિંગ દ્વારા પરીક્ષણ
ભારે વરસાદને કારણે મહેસાણાના કડીમાં 13 ઈંચ કરતા વધુ વરસાદ પડતા ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. તેમજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણી ભરતા ખેતરો બેટમાં ફરેવાયા છે. મહેમદાવાદ ગામના ખેતરોમાં તો ઘુટણ સામા પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇને ખેતરોમાં વાવેલ પાકને નુકસાન પહોંચવાનો ડર ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.
આ પણ જુઓ : Gujarat માં ભારે વરસાદને પગલે જાણો ક્યાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા
પાટણ શહેરમાં ધોધમાર વરસાદ પડવાને કારણે આનંદ સરોવર ઓવરફ્લો થયું હતું. ઉપરાંત આનંદ સરોવરથી લઈ રેલવેના ગરનાળા સુધીનો માર્ગ પાણીથી ભરાઈ ગયો છે અને કમર સુધીના પાણી માર્ગો પર ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં 15થી વધુ સોસાયટીઓનો રાહદારીના અવર જવર માટેનો રસ્તો બંધ થઇ ગયો છે. ત્યારબાદ હવે આજે પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.