- ગુજરાતમાં હવે સિટીમાં પણ બાઈક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે.
- અમદાવાદ માં ગુજરાત સરકાર દ્વારા 4 ડિસેમ્બરે કરેલી જાહેરાત માં રાજ્યમાં સિટીમાં હેલ્મેટ મરજીયાતની જાહેરાતને આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી છે.
- આજથી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.
- રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં હેલ્મેટ મરજીયાતનો પરિપત્ર કર્યો નથી અને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. હેલ્મેટ ફરજિયાત છે તેવું કહ્યું હતું.
- રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં જાહેરાતની અરજી કરાઇ હતી, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની કલમ 129 જોગવાઇ મુજબ દરેક રાજ્યમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.
- કેન્દ્ર સરકારના ફરજિયાત હેલ્મેટના કાયદામાં ગુજરાત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વગર સુધારો કરી દીધો છે તે ગેરબંધારણીય નિર્ણય છે.
- જે ગેરબંધારણીય મામલે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી કરી હતી.
- હેલ્મેટ મામલે રાજ્ય સરકારને નોટીસને આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો.
- હેલમેટના કાયદા અંગે સંજયે જણાવ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં.
- સુરતના બિઝનેસમેને હાઇકોર્ટમાં રાજ્ય સરકારના મરજિયાત હેલ્મેટના નિર્ણય સામે જાહેરહિતની અરજી કરી છે. તેમણે એવી દલીલ કરી હતી કે,રાજ્ય સરકારે તેમની કેબિનેટ બેઠકમાં શહેરી વિસ્તાર માટે મરજિયાત હેલ્મેટનો સુધારો કર્યો છે તે નાગરિકોના હિત સાથે છેડ-છાડ સમાન છે.
- કેન્દ્ર સરકારે બનાવેલા કાયદામાં સુધારો કરતા પહેલા રાજ્ય સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જોઇએ.
- કેન્દ્ર સરકાર ની મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદાનો અમલ કરી શકાય છે.
- સરકારે માત્ર રાજકીય હિત જોખમાતું હોવાના કારણે શહેરી વિસ્તારના લોકોના જીવને નુકસાન થાય તેવો નિર્ણય લીધો છે..
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News