- હરણી બોટ કાંડ જેવી ઘટનાઓ રોકવા હાઈકોર્ટનું સૂચન
- જળાશયોમાં વોટર પોલીસ તહેનાત કરવા હાઈકોર્ટનું સૂચન
- ગુજરાતમાં 2022માં ડૂબી જવાના કારણે 2000થી વધુ લોકોના મોત
- કેસમાં વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલ પણ પક્ષકાર
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકો સહિત કુલ 14 લોકોના મોતની ગોઝારી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટે આજે કસૂરવાર કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટ્સ અને જે સ્કૂલના બાળકો આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા તે વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલને પક્ષકાર તરીકે જોડી તેમને નોટિસ જારી કરી હતી. પીડિતો તરફથી આ લોકોને પક્ષકાર બનાવવા કરાયેલી અરજી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ગ્રાહ્ય રાખી હતી…
કેસની સુનાવણી દરમ્યાન વડોદરા મનપા તરફથી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરને રિપોર્ટ રજૂ કરી ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હર્તા કે, ગુજરાતમાં 2022માં નદી, તળાવ અને દરિયામાં જુદા જુદા કારણોસર ડૂબી જવાના કારણે 2000થી વધુ લોકોના મોત નિપજયા છે. જેથી હાઈકોર્ટ આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ રાજય સરકારને રાજયના દરેક જળાશયો (નદી, તળાવ વગેરે માટે)માં લોકોની સુરક્ષા માટે વૉટર પોલીસ તૈનાત કરવા સૂચન કર્યું હતું…