HMD
કોરોનાની વેક્સિનેશન માટેવિરાટ પાયે પૂર્વતૈયારી કરાઈ રહી છે. કેન્દ્ર સરકારે બે મોટી કંપનીઓને 23 કરોડ સિરિંજ તૈયાર કરવાનો ઓર્ડર આપી દીધો હતો. દરેક વ્યક્તિને રસીના 2 ડૉઝ આપવાના હોય છે.
સૂત્રોથી મળતી માહિતી મુજબ હિન્દુસ્તાન સિરિંજ એન્ડ મેડિકલ ડિવાઇસીસ (HMD) અને ઇસ્કોન સર્જિકલ્સને 23 કરોડ સિરિંજ તૈયાર કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 2021ના માર્ચ સુધીમાં 23 કરોડ સિરિંજ તૈયાર હશે એવું પણ જાણકાર સૂત્રોએ કહ્યું હતું. જે દરમિયાન આ બંને કંપનીઓએ અત્યાર સુધીમાં 9 કરોડ સિરિંજ તૈયાર કરી લીધી હતી.
ઇસ્કોન સર્જિકલ્સના પ્રવક્તાએ જણાવ્યા મુજબ ઇસ્કોને બે કરોડ સિરિંજ તૈયાર કરી રાખી હતી. ઇસ્કોનને અત્યારે સાડા પાંચ કરોડ સિરિંજનો ઓર્ડર મળ્યો છે. એને કુલ 10 કરોડ સિરિંજનો ઓર્ડર મળવાની અપેક્ષા હતી.
આ પણ જુઓ : ભારતના નવા સંસદભવનના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સથી થયા સહભાગી
ચએમડીના જનરલ મેનેજરે આપેલી માહિતી મુજબ તેમને 17 કરોડ સિરિંજ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. એમાંથી સાત કરોડ સિરિંજ તૈયાર હતી જે 115 ટ્રકો દ્વારા સરકારી ગોદામોમાં પહોંચતી કરાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.