- ડૉ. કિરીટ પટેલ,ધારાસભ્ય – પાટણ આ ટીમ દ્વારા ફરિયાદીને સાથે રાખ્યા વગર જ તપાસ કરાઇ રહી છે. સામેથી અમે ફોન કર્યો તો પણ અમને બોલાવ્યા નથી. બંધબારણે તપાસનું નાટક કરી ભૂતકાળમાં કૌભાંડનું ભીનું સંકેલાયું એ જ રીતે આ પરીક્ષામાં પણ ભીનું સંકેલવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, આ બાબતે હું શિક્ષણ વિભાગમાં રજૂઆત કરીશ.
- ડી.એમ. પટેલ, રજિસ્ટ્રાર – ગાંધીનગરની કલાર્કની પરીક્ષા મામલે તપાસ કરવા ટીમ આવી છે તેમને પરીક્ષાની તમામ માહિતી માંગતા પરીક્ષા કમિટીએ બ્લોક, સંખ્યા પરીક્ષાની કાર્યવાહી સહિત તમામ માહિતી રજૂ કરી છે,જેની ટીમ ચકાસણી કરી રહી છે.
- એ.એસ. રાઠોર, સભ્ય તપાસ ટીમ – તપાસ ચાલુ હોઈ હાલમાં કોઈ માહિતી આપી શકાય નહીં.રિપોર્ટ શિક્ષણ વિભાગ અને સરકારમાં આપ્યા બાદ નિર્ણય લેવાશે.
- ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી માટે યોજાયેલ પરીક્ષામાં યુનિવર્સિટીના સત્તાધીશોએ વ્હાલા દવાલાની નીતિ અપનાવી હોવાના આક્ષેપો થતા આ મામલે પાટણના ધારાસભ્યએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતા ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓની તપાસ ટીમ પાટણ આવી પહોંચતા યુનિવર્સિટી કેમ્પસમાં ભારે ખળભળાટ મચ્યો હતો.
- હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટીમાં ક્લાર્ક સહિતની 30 જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પરીક્ષામાં ગેરરીતિઓના આક્ષેપ સાથે ઉમેદવારો અને ધારાસભ્ય ડાૅ. કિરીટ પટેલે સરકાર અને રાજ્યપાલને કરેલી રજૂઆતના પગલે સોમવારે શિક્ષણ વિભાગની સૂચના આધારે ગાંધીનગરથી ખાસ તપાસ ટીમ યુનિવર્સિટીમાં આવી હતી.
- આ ટીમે 8 કલાક સુધી બંધબારણે પરીક્ષા કમિટી અને આક્ષેપો કરનાર વિદ્યાર્થીઓના નિવેદનો લઇ તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.
- તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ નિર્ણય લેવાશે તેમ તપાસ ટીમના સભ્યએ જણાવ્યું હતું.
- યુનિવર્સિટીમાં ક્લાર્ક, પીએ ટુ રજિસ્ટ્રાર અને ટાઈપિસ્ટ મળી કુલ 30 જગ્યાઓ માટે પરીક્ષા યોજાઈ હતી.
- જેમાં કેટલાક બ્લોકમાં ઉમેદવારો દ્વારા પ્રશ્નપત્રના જવાબો આન્સર કીમાં ન લખી કોરી મૂકીને ગયા હોઈ ઉમેદવારો દ્વારા તેમનું સેટિંગ હોવાના આક્ષેપો સાથે પરીક્ષા રદ કરવા અને આન્સરકી કોરી મુકનાર ઉમેદવારોના નામવાળી યાદી સાથે કલેકટર મારફતે શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી.
- ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યપાલ અને સરકારને આ બાબતે તપાસ કરવા રજૂઆત કરી હતી.
- જે અનુસંધાને સોમવારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીના ચાર સભ્યોની ટીમ તપાસ માટે પાટણ આવી હતી અને દિવસ દરમિયાન પરીક્ષા કમિટી પાસે સમગ્ર પરીક્ષા મામલે માહિતી માંગી હતી તેમજ આક્ષેપો મામલે પણ તેમના નિવેદનો લીધા હતા.
- ટીમે રજૂઆત કરનાર ઉમેદવારોને પણ નિવેદનો માટે બોલાવ્યા હતા અને તેમની પાસે ગેરરીતિઓ માટે કોઈ પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું.
- ટીમે મોડી સાંજથી વહીવટી ભવનમાં બંધબારણે બેઠકોનો દોર યોજી રિપોર્ટ તૈયાર કર્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.