HNGU
પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU)માં બીજા તબક્કાની ઑન્લીને પરીક્ષા લેવાની બાકી છે. જે દરમિયાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) દ્વારા બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા એજ વિદ્યાર્થીઓ આપી શકશે જે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરશે. પરીક્ષાની વિગતો અને ટાઈમ ટેબલ વેબસાઈટ પર મુકવામાં આવેલ છે. જે મુજબ બીજા તબક્કામાં બાકી રહેલ 27 પરીક્ષાઓ એક સાથે 3 વિભાગ પાડી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ જુઓ : પાટણ : કેનાલના તળિયાનું લેવલ તપાસવા ચીફ ઓફિસર પાણીમાં ઉતર્યા
હાલમાં તમામ 27 પરીક્ષાઓના રજીસ્ટ્રેશન શરૂ છે. આ 3 વિભાગ મુજબ પ્રથમ 13 પરીક્ષાઓ 31 ઓગસ્ટ, બીજી 8 પરીક્ષાઓ 9 સપ્ટેમ્બર અને ત્રીજી 6 પરીક્ષાઓ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે છાત્રોએ રજીસ્ટ્રેશન કરેલ નહીં હોય તેઓ આઈડી અને પાસવર્ડ વગર પરીક્ષા આપી શકશે નહી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.